fbpx
રાષ્ટ્રીય

TATA Curvv EV: રજૂ થઈ ધાંસૂ ઈલેક્ટ્રિક કાર TATA Curvv EV, સિંગલ ચાર્જમાં મળશે 500KM સુધીની રેંજ!

ટાટા મોટર્સે આજે તેની નવી EV કોન્સેપ્ટ કાર (Tata Curvv EV કાર) રજૂ કરી છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ટાટાની નવી ઇલેક્ટ્રિક કારનું નામ Tata CURVV EV છે. SUV ડિઝાઇનના નવા યુગની વ્યાખ્યા આપતા, ટાટા મોટર્સે આજે તેની ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ, CURVVને રજૂ કરી. ટાટાની આ ઈલેક્ટ્રિક કાર અનેક એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. અદ્યતન સનરૂફ જેવી આધુનિક સુવિધાઓ પણ તેમાં જોવા મળશે.

Tata CURVV EV  સંભવિત ફિચર્સ (Tata CURVV EV Expected Features)
EV માં પાછળની વિન્ડસ્ક્રીન, ઇલેક્ટ્રિક SUV માં જોવા મળતી કૂપની રુફલાઈન જોવા મળે છે. સાથે સ્પોઇલર કર્વ જેવું દેખાય છે. ઇલેક્ટ્રીક ઓફરમાં કૂપ શૈલીની રુફલાઈનની નીચે બેસ્ટ રુફ રેલ્સ પણ છે અને SUVમાં ડ્રેગ ઘટાડવા અને રેન્જ વધારવા માટે કૂપ-શૈલીની રૂફલાઇન અને વ્હીલ કવર સામેલ છે. આ કોન્સેપ્ટ EV વૈશ્વિક સ્તરે વેચાણ માટે ઉપલબ્ધ EV જેવો દેખાય છે. જો કે, આગામી ટાટા કોન્સેપ્ટ EV વિશે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Tata CURVV EVનું સ્પેસિફિકેશન (Tata CURVV EV Specification)
કારનો કોન્સેપ્ટ સૂચવે છે કે આ લક્ઝુરિયસ EVનું ઈન્ટિરિયર ખૂબ જ લક્ઝુરિયસ હશે. ગ્રેટ સનરૂફ સિવાય તેમાં સારી જગ્યા જોઈ શકાય છે. તેની કર્વ ડિઝાઇન ઘણા બધા ગ્રાહકોને આકર્ષશે. કોન્સેપ્ટ ઈમેજ દર્શાવે છે કે તેમાં મોટી બુટ સ્પેસ જોવા મળશે.

આગામી ટાટા ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટનો ટીઝર વિડિયો દર્શાવે છે કે તેમાં શાર્પ લાઈન્સ અને ડિઝાઈને એલિમેંટ્સ જેમ કે, ફ્રન્ટ ફોગ લાઇટ સ્ટ્રક્ચર, સી પિલરનો પાછળનો ભાગ અને ત્યાંસુધી કે આખી કારમાં શ્રેષ્ઠ હેડલાઇટ્સ જોવા મળશે, જે તેને આક્રામક અપીલ આપે છે. ટાટાની હાલની રેન્જ અને ડિઝાઇન લેંગ્વેજથી આ કોન્સેપ્ટ ચોક્કસપણે એક મોટું પગલું હોવાનું જણાય છે.

Tata CURVV EVની રેન્જ (Tata CURVV EV Range)
કન્સેપ્ટ CURVV SUV જનરેશન 2 આર્કિટેક્ચર તરફ આગળ વધી રહ્યો છે. કંપનીએ ફર્સ્ટ જનરેશન મૉડલમાં 250 કિલોમીટરથી વધુની પ્રમાણિત રેન્જ આપવાનું વચન આપ્યું હતું અને હવે સેકન્ડ જનરેશન પ્રોડક્ટ્સમાં ઝડપી ચાર્જિંગ વિકલ્પ સાથે 400-500 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ ઑફર કરીશે. મતલબ કે એક જ ચાર્જમાં તે 500 કિમી કવર કરી શકે છે. ઉત્પાદનમાં તકનીકી રીતે અદ્યતન સુવિધાઓ પણ હશે, જેમાં બાહ્ય દુનિયા સાથે સીમલેસ કનેક્શન માટે કનેક્ટેડ સુવિધાઓનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/