fbpx
રાષ્ટ્રીય

રેલ્વે સ્ટેશન પર મહિલાએ ગોવિંદાના ગીત પર ડાન્સનો વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે એક મહિલાને સાડી પહેરેલી અને માથા પર પાલવ પકડીને રેલવે સ્ટેશન પર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતી જાેઈ શકો છો. આ મહિલા પોતાની ધૂનમાં એવી રીતે ડાન્સ કરે છે કે તેની પાછળ ઉભેલા લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. વીડિયોની આ શોર્ટ ક્લિપમાં પણ મહિલાનો ડાન્સ એટલો અદભૂત છે કે તેની પાછળ ઉભેલા લોકો તેના સ્ટેપ્સને અનુસરીને જાતે જ ડાન્સ કરવા લાગે છે. ઘણા લોકો તો મજાકમાં એવું પણ કહી રહ્યા છે કે આ મહિલાનો ડાન્સ જાેવામાં કેટલાક લોકોની ટ્રેન છૂટી ગઈ. આ મહિલાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયો જાેઈને ચોક્કસ તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે. વીડિયોમાં લાલ સાડી પહેરેલી એક મહિલા રેલવે પ્લેટફોર્મ પર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતી જાેઈ શકાય છે.

આ ગીત છે- ‘આપકે આ જાને સે…’ આ દરમિયાન મહિલા તેના માથા પર પાલવ રાખેલી જાેવા મળે છે. તે ક્યારેક ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ ફોલો કરે છે તો ક્યારેક ગિટાર સ્ટેપ્સ ફોલો કરે છે. હવે જાે તમે વીડિયોને જરા ધ્યાનથી જાેશો તો ખબર પડશે કે મહિલાની પાછળ ઉભેલા લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, સાથે જ મહિલાના ડાન્સ સ્ટેપ્સની કોપી પણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહિલાની આ શાનદાર સ્ટાઈલ ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ વીડિયો દ્બીરહટ્ઠહૈંે હેન્ડલ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “પાછળ જુઓ, બંને મારી નકલ કરી રહ્યા છે.” આના પર લોકોએ ખૂબ જ ફની કમેન્ટ્‌સ પણ આપી છે. ઘણા લોકોએ પૂછ્યું છે કે “આ કયું સ્ટેશન છે?” જ્યારે એક યુઝરે કહ્યું, “આ સાબિત કરે છે કે જાે ટેલેન્ટ હોય તો પહેરવેશથી કોઈ ફરક પડતો નથી.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/