ફોર્બ્સ યાદી / મુકેશ અંબાણીએ સંપત્તીના મામલામાં ગૌતમ અદાણીને પાછળ મુક્યા, ફરી એક વખત એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, ફરી એકવાર એશિયા અને ભારતના સૌથી મોટા તેઓ અમીર વ્યક્તિ બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જબરદસ્ત ઉછાળાને કારણે મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે.
જાણો કેટલી સંપતિના માલિક છે અંબાણી
ફોર્બ્સની રિયલ-ટાઇમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, મુકેશ અંબાણી 6.21 ટકા એટલે કે તેમની સંપત્તિમાં $6.1 બિલિયન અને તેમની કુલ સંપત્તિ $104.3 બિલિયનના વધારાને કારણે છઠ્ઠા સ્થાને છે. જ્યારે આ યાદી અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં 0.66 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે $99.9 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે.
રિલાયન્સના શેરમાં થયો ઉછાળો
વાસ્તવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. બે સપ્તાહમાં સ્ટોક 14 ટકા વધ્યો છે. આ જ કારણ છે કે ગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વાસ્તવમાં, અદાણી ગ્રુપના શેરોમાં અદભૂત ઉછાળાને કારણે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા. તે જ સમયે, એલોન મસ્ક 233 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.
Recent Comments