fbpx
રાષ્ટ્રીય

એમએસએસઈ સેક્ટરને સશક્ત કરવાનો અર્થ સમાજને સશક્ત બનાવવો : વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને ભાનુપ્રતાપ સિંહ વર્મા પણ હાજર રહ્યા. તેમણે ‘રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ સ્જીસ્ઈ પરફોર્મન્સ (ઇછસ્ઁ)’ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અને અન્ય સુવિધાઓનો પણ શુભારંભ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની નિકાસ સતત વધી, ભારતની પ્રોડક્ટ્‌સ નવા બજારોમાં પહોંચે તે માટે દેશના સ્જીસ્ઈ સેક્ટરનું સશક્ત હોવું ખુબ જરૂરી છે. અમારી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા ર્નિણય લઈ રહી છે અને નીતિઓ બનાવી રહી છે. લોકલ ઉત્પાદનોને અમે ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાય ચેન બને તેનો પ્રયત્ન છે, જે ભારતની વિદેશો પર ર્નિભરતા ઓછી કરી શકે. આથી એમએસએમઈ સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ જાેર અપાઈ રહ્યું છે. પીએમ મોદીએ સ્જીસ્જી સેક્ટરનો અર્થ ગણાવતા કહ્યું કે અમારા માટે સ્જીસ્ઈ નો અર્થ છે સેક્ટરને મજબૂતાઈ આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં ૬૫૦ ટકાથી વધુનો વધારો કર્યો છે.

ભારત આજે ૧૦૦ રૂપિયા કમાય છે તો તેમાંથી ૩૦ રૂપિયા સ્જીસ્ઈ સેક્ટરથી આવે છે. સ્જીસ્ઈ સેક્ટરને સશક્ત કરવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. બધાના વિકાસના લાભના ભાગીદાર બનવું. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા ભારતની અર્થવ્યવસ્થાની ગતિ જાેઈને પ્રભાવિત છે અને આ ગતિમાં ઘણી મોટી ભૂમિકા આપણા સ્જીસ્ઈ સેક્ટરની છે. આથી સ્જીસ્ઈ આજે ની મજબૂતાઈ માટે પણ જરૂરી છે. આજે ભારત જેટલું નિકાસ કરે છે તેમાંથી ઘણો મોટો ભાગ સ્જીસ્ઈ નો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા અમે એ સુનિશ્ચિત કર્યું છે કે આ ઉદ્મમ આગળ પણ વધે. જાે કોઈ ઉદ્યોગ આગળ વધવા માંગતો હોય, વિસ્તાર કરવા માંગતો હોય, તો સરકાર માત્ર તેને સહયોગ આપે છે તેવું નથી પરંતુ સાથે સાથે નીતિઓમાં જરૂરી ફેરફાર પણ કરે છે. કેન્દ્ર સરકારે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદ સ્જીસ્ઈજ માટે સુનિશ્ચિત કરી. જેનાથી લગભગ ૧.૫ કરોડ રોજગાર ખતમ થતા બચ્યા જે ખુબ મોટો આંકડો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/