fbpx
રાષ્ટ્રીય

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અત્યંત મહત્વનું નિવેદન આપ્યું

ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર પ્રતિક માથુરે ેંદ્ગજીઝ્ર માં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે. સંઘર્ષના પરિણામસ્વરૂપ પોતાના લોકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે જીવન અને અગણિત દુખોનું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે નિર્દોષ લોકોના જીવની કિંમતે કોઈ સમાધાન નીકળી શકે નહીં. અમે એ વાત દોહરાવવાનું ચાલુ રાખીએ છીએ કે વૈશ્વિક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદો, સંયુક્ત ચાર્ટર અને ક્ષેત્રીય અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાના સન્માન પર આધારિત છે. પ્રતિક માથુરે ેંદ્ગજીઝ્ર માં કહ્યું કે અમે યુક્રેનના લોકોની પીડા ઓછી કરવા માટેના તમામ પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ. ખાસ કરીને યુક્રેન અને રશિયા સંઘ વચ્ચે વાતચીતને પ્રોત્સાહિત કરીએ છીએ.

પ્રતિક માથુરે કહ્યું કે લાખો લોકો બેઘર થઈ ગયા અને પાડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર થયા. સંઘર્ષની શરૂઆતથી ભારત સતત તમામ શત્રુતાઓને સંપૂર્ણ રીતે અલગ કરવાનું આહ્વન કરે છે અને શાંતિ, સંવાદ અને કૂટનીતિના ભાગની વકાલત કરતું રહ્યું છે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩૯ દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયા સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલો કરી રહ્યું છે. ત્યારબાદ યુક્રેનના કેટલાય શહેર તબાહ થઈ ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિવેદન આપ્યું છે. ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર પ્રતિક માથુરે યુએનએસસીમાં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે અને અમે યુક્રેનના લોકોની પીડા ઓછી કરવા માટે તમામ પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/