fbpx
રાષ્ટ્રીય

મહિલા સુધારો તેમના વિઝન ૨૦૩૦નો ભાગ છે : ક્રાઉન પ્રિન્સ સલમાન

મહિલા અધિકારોના દમનને લઈને માનવાધિકાર કાર્યકર્તાઓના નિશાના પર રહેનારો મુસ્લિમ દેશ સઉદી અરબે હાલના વર્ષોમાં મહિલાઓ માટે અનેક સુધારા કર્યા છે. હવે સઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીજ અલ-સઉદે મહિલાઓને મંત્રી પરિષદમાં જગ્યા આપવાનું શરૂ કરી દીધું છે. સઉદીએ આ વખતે પોતાના મંત્રીમંડળમાં પરિવર્તન દરમિયાન બે મહિલાઓ, હાઈફા બિન્ત મોહમ્મદ અને શિહાના અલજાજને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. કિંગ સલમાને રાજકુમારી હાઈફા બિન્ત મોહમ્મદને સઉદી અરબના પ્રવાસન ઉપમંત્રી અને શિહાના અલજાજને મંત્રી પરિષદના ઉપ મહાસચિવના પદ પર નિયુક્ત કરી છે.

કિંગ સલમાન તરફતી શાહી ફરમાન જાહેર કરીને તેની જાહેરાત કરવામાં આવી, અલજાજ સઉદી અરબની વકીલ બનનારી પહેલી મહિલાઓમાંથી એક હતી. તેમણે બ્રિટનના દુરહમ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે સરકારી રોકાણ કોષમાં વકીલના પદ પર કામ કરી ચૂકી છે. ફોર્બ્સ મિડલ ઈસ્ટે વર્ષ ૨૦૨૦માં અલજાજને ૧૦૦ સૌથી વધારે પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો. રાજકુમારી હાઈફા બિન્તે અમેરિકાની ન્યૂ હેવન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. લંડન બિઝનેસ સ્કૂલ, યૂકેમાંથી એમબીએ કર્યુ છે.

રાજકુમારી હાઈફા વર્ષ ૨૦૧૪માં સ્થાપિત એનજીઓ સંગઠન ધ એમ્પાવરમેન્ટ હબના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. આ એનજીઓ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા પર જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. પ્રવાસન ઉપ મંત્રી હોવા ઉપરાંત રાજકુમારી હાઈફા નાગરિક ઉડ્ડયન મેનેજમેન્ટ, પ્રવાસન રોકાણ કોષ અને પ્રવાસન વિકાસ પરિષદના મેનજમેન્ટ મંડળમાં પણ છે. સઉદી અરબની શાહી ગાદીના દાવેદાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલા અધિકારોના ક્ષેત્રમાં ઘણા મોટા કામ કર્યા છે. સઉદી અરબમાં પહેલા મહિલાઓને ડ્રાઈવિંગની પરમિશન ન હતી.

જેના માટે અનેક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. જેના પછી ૨૦૧૮માં સઉદીની મહિલાઓને ડ્રાઈવિંગની પરમિશન મળી. સઉદીમાં હવે ૨૧ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ પોતાની મરજીથી ગમે ત્યાં જઈ શકે છે. આ સિવાય સઉદીએ મહિલાઓના સાર્વજનિક જગ્યાઓ પર હિજાબ પહેરવાની નીતિને સમાપ્ત કરી દીધી છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું કહેવું છે કે તે દેશને આધુનિક બનાવવાની યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે. આ મહિલા સુધારો તેમના વિઝન ૨૦૩૦નો ભાગ છે. જે અંતર્ગત તે સઉદી અરબને ઉદાર ઈસ્લામિક દેશ બનાવવા માગે છ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/