fbpx
રાષ્ટ્રીય

અમુક શરતોનું પાલન સાથે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડરને દિલ્હી કોર્ટમાંથી મળ્યા જામીન

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરને મોટી રાહત મળી છે. તેને કોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા તેને યુપીના એક મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે ૧૪ જુલાઈએ સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. ત્યારબાદ તેને જામીન આપવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. જેમાં કોર્ટની મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં. તે જ સમયે, જામીન માટે, તેણે ૫૦ હજારના વ્યક્તિગત બોન્ડ અને ૫૦ હજારની સ્યોરિટી આપવી પડશે.

ત્યાર બાદ જ તેઓ જામીન મેળવી શકશે. નોંધનીય છે કે મોહમ્મદ ઝુબૈરની એક ટ્‌વીટને લઈને ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૮માં એક હિન્દુ દેવતાને લઈને તેણે એક ટ્‌વીટ કર્યું હતું, જેને લઈને પોલીસને ફરિયાદ મળી હતી. આ મામલામાં જામીન માટે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં એડિશનલ સત્ર ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર જાંગલાએ આરોપીની સાથે-સાથે બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખી લીધો. ત્યારબાદ કોર્ટના આદેશની રાહ જાેવામાં આવી રહી હતી.

તો મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલામાં ૨ જુલાઈએ તેની જામીન અરજી નકારી દીધી હતી અને તેને ૧૪ દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પાંચ દિવસની કસ્ટડીમાં પૂછપરછ બાદ તેને ન્યાયીક કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ ઝુબૈર તરફથી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. સાથે પોલીસે નવી કલમો પણ જાેડી છે.

તે માટે ઝુબૈર તરફથી સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવવામાં આવ્યો છે. તેને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા ૬ કેસને રદ્દ કરવાની અપીલ કરી હતી. ઝુબૈરે નવી અરજીમાં તમામ ૬ કેસમાં વચગાળાના જામીન આપવાની અપીલ કરી હતી. ઝુબૈર વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ઉત્તર પ્રદેશના સીતાપુર, લખીમપુર ખીરી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને હાથરસ જિલ્લામાં અલગ-અલગ કેસ દાખલ કરાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/