fbpx
રાષ્ટ્રીય

કોર્ટે ૩ ઓગસ્ટ સુધી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને ઈડીની કસ્ટડીમાં મોકલ્યા

કોલકત્તાની વિશેષ કોર્ટે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને ૩ ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સાથે દર ૪૮ કલાકમાં મેડિકલ ચેકઅપનો આદેશ આપ્યો છે. કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીને કોલકત્તાની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ કોર્ટમાં કહ્યું કે પ્રારંભિક તપાસથી જાણવા મળ્યું કે ધરપકડ કરાયેલા બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી નાણાકીય લેતીદેતી માટે ઓછામાં ઓછી ૧૨ શૈલ કંપનીઓ ચલાવી રહી હતી.

ઈડીએ કહ્યું તે પાર્થ ચેટર્જીને ભુવનેશ્વર જવા માટે મનાવવા ખુબ મુશ્કેલ હતા. ઈડી પ્રમાણે પાર્થ ચેટર્જીએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે હું જઈ શકીશ નહીં. મુશ્કેલથી અમે તેને ભુવનેશ્વર લઈ ગયા. ઈડીએ કોર્ટ સમક્ષ પાર્થ ચેટર્જીનો એમ્સ ભુવનેશ્વર મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો, જેનાથી જાણવા મળે છે કે તે ફિટ અને સ્થિર છે. ઈડીએ કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં કંઈ ખોટું નથી. તે સરકારી હોસ્પિટલમાં રહેવા માટે પોતાના પદનો ફાયદો ઉઠાવી રહ્યાં હતા. તે ફિટ છે અને તેને કસ્ટડીમાં લઈ શકાય છે. ઈડીએ કહ્યું કે પાર્થ ચેટર્જીએ પોતાની ધરપકડના મેમો પર સહી કરવાનો ઈનકાર કરી દીધો છે.

ઈડીએ કહ્યું કે મંત્રી સહયોગ કરી રહ્યાં નથી. ઈડીના કાગળ પર સહી કરતા નથી અને કાગળ ફાડી નાખે છે. ઈડીને પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની સંયુક્ત સંપત્તિ સાથે જાેડાયેલા દસ્તાવેજ મળ્યા છે. આ સંપત્તિને પાર્થે ૨૦૧૨માં ખરીદી હતી. ઈડીની પૂછપરછ દરમિયાન અર્પિતાએ સ્વીકાર કર્યો કે જપ્ત થયેલી રકમ પાર્થ ચેટર્જીની છે. જપ્ત રકમને અર્પિતા સાથે જાેડાયેલી કંપનીઓમાં લગાવવાની યોજના હતી.

આ રકમને એક-બે દિવસમાં તેના ઘરેથી બહાર અન્ય કોઈ જગ્યાએ રાખવાની યોજના હતી. આ પહેલા રવિવારે અર્પિતા મુખર્જીને કોલકત્તાની એક કોર્ટે એક દિવસની ઈડી કસ્ટડીમાં મોકલી હતી. કોર્ટમાં પાર્થ ચેટર્જીના વકીલે કહ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે પાર્થ ચેટર્જીની ધરપકડ કરવાનો કોઈ નિર્દેશ આપ્યો નહોતો. તે સમન્સ વગર તેના ઘરે ગયા અને ૩૦ કલાક સુધી પૂછપરછ કરતા રહ્યાં. તેમને ૨૨ જુલાઈએ ઈડીએ કસ્ટડીમાં લીધા હતા. હવે તેની ત્રણ દિવસની કસ્ટડી પૂરી થઈ ચુકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/