fbpx
રાષ્ટ્રીય

ક્યારેક-ક્યારેક મન કરે છે કે રાજનીતિ છોડી દઉં : નીતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. હવે નાગપુરમાં નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન આપેલું નિવેદન ચર્ચાનું વિષય બની ગયું છે. ગડકરીએ કહ્યુ કે ક્યારેક-ક્યારેક મન કરે છે કે રાજનીતિ છોડી દઉં. સમાજમાં બીજા પણ કામ છે જે રાજનીતિ વગર કરી શકાય છે. ગડકરીએ કહ્યુ કે મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો ફેરફાર થયો છે. બાપુના સમયે રાજનીતિ દેશ, સમાજ અને વિકાસ માટે થતી હતી, પરંતુ હવે રાજનીતિ માત્ર સત્તા માટે થાય છે.

તેમણે કહ્યું કે આપણે સમજવુ પડશે કે રાજનીતિનો શું અર્થ છે. શું તે સમાજ, દેશના કલ્યાણ માટે છે કે સરકારમાં રહેવા માટે છે? કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે રાજનીતિ ગાંધી યુગથી સામાજિક આંદોલનનો ભાગ રહી છે. તે સમયે રાજનીતિનો ઉપયોગ દેશના વિકાસ માટે થતો હતો. આજની રાજનીતિનું સ્તર જુઓ તો ચિંતા થાય છે. આજની રાજનીતિ સંપૂર્ણ રીતે સત્તા કેન્દ્રીત છે. મારૂ માનવું છે કે રાજનીતિ સામાજિક-આર્થિક સુધારનું એક સાચુ સાધન છે. તેથી નેતાઓએ સમાજમાં શિક્ષણ, કલા વગેરેના વિકાસ માટે કામ કરવું જાેઈએ.

ગડકરીએ દિવંગત સમાજવાદી રાજનેતા જાેર્જ ફર્નાંડીસની સાદગીપૂર્ણ જીવન શૈલી માટે તેમની પ્રશંસા કરી હતી. ગડકરીએ કહ્યુ કે મેં તેમની સાથે ઘણું શીખ્યું કારણ કે તેમણે ક્યારેય સત્તાની ભૂખની ચિંતા ન કરી. તેમણે એવું પ્રેરણાદાયક જીવન જીવ્યું….. જ્યારે લોકો મારા માટે મોટા મોટા બુકે લઈને આવે છે કે મારા પોસ્ટર લગાવે છે તો મને તેનાથી નફરત છે. કેન્દ્રીય મંત્રી ગડકરી નાગપુરમાં સામાજિક કાર્યકર્તા ગિરીશ ગાંધીને સન્માનિત કરવા માટે આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. પૂર્વ એમએલસી ગિરીશ ગાંધી પહેલા એનસીપી સાથે હતા, પરંતુ ૨૦૧૪માં તેમણે પાર્ટી છોડી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/