પત્ની પતિની ‘ખુશી’ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે જે ને વળતર પણ મળશે
પતિ પત્નીના સંબંધોમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રીથી સંબંધમાં તિરાડ આવી જતી હોય છે. પરંતુ એક પત્નીએ પોતે પતિની ‘ખુશી’ માટે અન્ય મહિલાને તેમના સંબંધમાં સામેલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત આપીને કહ્યું હતું કે, તે પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે, તે ગર્લફ્રેન્ડને દર મહિને ૩૨ હજાર સેલેરી પણ આપશે અને કહ્યું કે ગર્લફ્રેન્ડ બનતા પહેલા આ મહિલાઓએ ૐૈંફ ટેસ્ટ કરાવવો પડશે. સોશિયલ મીડિયા પર આ પત્નીની વાત ખુબ ચર્ચામાં છે. તેણે જાહેરાત આપીને પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી હોવાનું એલાન કર્યું હતું.
અત્યારે તેણે એક ગર્લફ્રેન્ડ શોધી લીધી છે અને હજી આ કામ માટે બે પોસ્ટ ખાલી છે. ૪૪ વર્ષની પત્થીમા એ જાહેરાત કરી હતી કે તેને એવી મહિલાઓની શોધ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેના કામમાં પણ મદદ કરી શકે. તેના બદલામાં ગર્લફ્રેન્ડને ૩૨૦૦૦ રૂપિયા પ્રતિ માસ સેલરી પણ મળશે. એકના અહેવાલ મુજબ પત્થીમાએ આ બાબત એક ંૈાર્ંા વિડીયો જાહેર કરીને જણાવી છે. આ પહેલા તેણે પોતાના વિડીયોમાં કહ્યું છે કે તેને ત્રણ મહિલાઓની તલાશ છે, જે તેના પતિ બાળકો અને ઘરની સારસંભાળ કરી શકે.
પત્થીમાએ કહ્યું હતું કે અપ્લાય કરનારી મહિલાઓએ ૐૈંફ ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેમની ઉંમર ૩૦થી ૩૫ વર્ષ વચ્ચે હોવી જાેઈએ. તેમની પાસે હાઇસ્કુલ કે સ્નાતક ડિગ્રી હોવી જાેઈએ. મહિલાઓનું રહેવા ખાવાનું મફત હશે. પત્થીમાનો આ ચિત્રવિચિત્ર જાેબ ઓફર કરવા વાળો વિડીયો થાઇ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. પત્થીમાનું કહેવું છે કે તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે અને પતિને ખુશ રાખી શકતી નથી. આ વિડીયોમાં તે કહે છે કે તેમના પરિવારમાં હવે પતિ સાથે તેની ‘નાની પત્ની’ પણ સામેલ થશે. અમે એક સાથે એક જ ઘરમાં રહીશું, સાથે જમીશું અને એકબીજાનું ધ્યાન રાખીશું. પત્થીમા આગળ જણાવે છે કે હું ખાતરી આપું છું કે અમારી વચ્ચે કોઈ લડાઈ થશે નહીં.
હું મારા પતિને એ પસંદ કરવાની આઝાદી આપું છું કે તેઓ કોની સાથે સુવા અને રહેવા માંગે છે. પત્થીમાએ દાવો કર્યો છે કે તે પોતાના પતિ માટે બીજી મહિલાઓને કામ પર રાખવા માટે ગંભીર છે. તેને જણાવ્યું હતું કે તે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરી રહી છે અને તેને રોજ ઉંઘની ગોળીઓ લેવી પડે છે અને જલ્દી સૂઈ જવું પડે છે. તે તેના પતિની એક સામાન્ય પત્નીની જેમ પસાર સંભાળ કરી શકતી નથી. જાેકે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આને પત્થીમાનો ફેમસ થવાનો સ્ટંટ ગણાવે છે, જ્યારે કેટલાક યુઝર્સ આને મનોરંજન માટે બનાવેલો વિડીયો કહે છે. પરંતુ પત્થીમા આ એક ગંભીર બાબત હોવાનું કહે છે.
Recent Comments