fbpx
રાષ્ટ્રીય

હું બધી પાર્ટીઓને કહીશ કે લોકતંત્રનું સન્માન કરે : વેંકૈયા નાયડૂ

રાજ્યસભાના સાંસદોએ સોમવારે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂને વિદાય આપી. વેંકૈયા નાયડૂનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ફેરવેલ સ્પીચ આપતા ભાવુક થઈ ગયા હતા. વેંકૈયા નાયડૂએ કહ્યુ કે, જ્યારે મને પાર્ટી છોડી ઉપરાષ્ટ્રપતિની જવાબદારી આપવામાં આવી તો તે મારા માટે ભાવુક ક્ષણ હતી. જે દિવસે પ્રધાનમંત્રીએ મને જણાવ્યું કે મારે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવાનું છે, ત્યારે મારી આંખમાં આંસુ હતા. તેમણે કહ્યું કે મેં આ પદ માટે કહ્યું નહોતું. પાર્ટીએ જનાદેશ આપ્યો હતો, મેં તેના માટે બાધ્ય થઈને રાજીનામું આપવું પડ્યું.

તે સમયે આંખોમાં આંસુ હતા કારણ કે મારે પાર્ટી છોડવી પડી. રાજ્યસભાના સભાપતિએ આગળ કહ્યુ કે આપણી એટલે કે ઉપલા ગૃહની મોટી જવાબદારી છે. આખી દુનિયા ભારતને જાેઈ રહી છે, ભારત આગળ વધી રહ્યું છે. હું રાજ્યસભા સાંસદોને શાલીનતા, ગરિમા અને મર્યાદા બનાવી રાખવાની અપીલ કરૂ છું જેથી ગૃહની છબિ અને સન્માન બન્યું રહે. હું બધી પાર્ટીઓને કહીશ કે લોકતંત્રનું સન્માન કરે. આ પહેલા દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સાંસદોએ વર્તમાન ઉપરાષ્ટ્રપતિને વિદાય આપી.

પીએમ મોદીએ ગૃહની ઉત્પાદકતા વધારવા અને માતૃભાષાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે વેંકૈયા નાયડૂની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે તમે (નાયડૂ) હંમેશા કહ્યું છે કે તમે રાજનીતિમાંથી સંન્યાસ લઈ ચુક્યા છો પરંતુ જાહેર જીવનથી થાક્યા નથી. તમારો કાર્યકાળ ભલે સમાપ્ત થઈ રહ્યો હોય, પરંતુ તમારો અનુભવ આવનારા વર્ષો સુધી દેશનું માર્ગદર્શન કરતો રહેશે.

પીએમ મોદીએ કહ્યુ કે તમારા વન લાઇનર બાદ કંઈ કરવાની જરૂર રહેતી નથી. તમારો દરેક શબ્દ સાંભળવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે, સન્માનિત કરવામાં આવે છે અને ક્યારેય કાઉન્ટર કરવામાં આવતો નથી. નોંધનીય છે કે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. નવા ઉપરાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ૧૧ ઓગસ્ટે યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/