ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાનો આદેશ
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો આંચકો આપ્યો છે. જાેકે દિલ્હી હાઇકોર્ટે ૨૦૧૮ ના એક કેસમાં પોલીસે શાહનવાઝ હુસૈનના વિરૂદ્ધ રેપ સહિત અન્ય કલમો અંતગર્ત કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ આ કેસમાં ૩ મહિનામાં પોતાની તપાસ પુરી કરી રિપોર્ટ નિચલી કોર્ટ સમક્ષ રજૂ કરે. ન્યાયમૂર્તિ આશા મેનનના ફેંસલામાં કહ્યું કે તમામ તથ્યોને જાેતાં સ્પષ્ટ જાહેર થાય છે કે પોલીસ તરફથી નિચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી. જ્યારે ગુનાનું સંજ્ઞાન લેવા માટે અધિકાર પ્રાપ્ત મેજિસ્ટ્રેટને અંતિમ રિપોર્ટ અગ્રેષિત કરવાની જરૂર છે.
કેસમાં એફઆઇઆર નોંધેલી હોવી જાેઇએ અને આ પ્રકારની તપાસ માટે નિષ્કર્ષ પર પોલીસે કલમ ૧૭૩ સીઆરપીસી હેઠળ એક અંતિમ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. જાેકે ભાજપ નેતા શાહનવાઝ હુસૈન પર દિલ્હીની એક મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. મહિલાનો દાવો છે કે હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે રેપ કર્યો અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ દિલ્હીની સાકેત કોર્ટે સાત જુલાઇ ૨૦૧૮ ના રોજ શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. જાેકે પછી કોર્ટના આ આદેશને ભાજપના નેતાએ વિશેષ ન્યાયાધીશ સમક્ષ પડકાર ફેક્યો, પરંતુ ત્યાં પણ તેમને કોઇ રાહત ન મળી.
Recent Comments