દિલ્હીમાં સાંસદ આવાસની છત પરથી ૧૮ વર્ષીય યુવતી પટકાતા મોત નીપજ્યું
દિલ્હીના પંડિત પંત માર્ગ સ્થિત સાંસદ આવાસ એપાર્ટમેન્ટની છત પરથી નીચે પડતા ૧૮ વર્ષીય યુવતીનું મોત થયું છે. જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી છે. શરૂઆતી તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ઘટના ૨૦ ઓગસ્ટની રાતે લગભગ ૯.૧૫ કલાકે બની છે. પોલીસને જાણકારી મળી હતી કે એક યુવતીએ એમપી ફ્લેટ્સ પરથી કૂદકો માર્યો છે.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો મૃતકની ઓળખ આયુષી તરીકે કરવામાં આવી. યુવતી પંડિત પંત માર્ગ પાસે બનેલા ધોબી ઘાટમાં રહેતી છે. ૨૦ ઓગસ્ટની સાંજે યુવતી યમુના બ્લોકની છત પર પહોંચી, ત્યારબાદ તે નીચે પટકાઈ હતી. પોલીસને આયુષીના છત તરફ જવાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ત્યારે છત પરથી તેનો ફોન અને પર્સ પણ મળી આવ્યું છે.
હાલ પોલીસને શરૂઆતી તપાસમાં આત્મહત્યા લાગી રહી છે. ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. મૃતકના માતા-પિતાના નિવેદન નોંધાવામાં આવ્યા છે. એફએસએલની નિષ્ણાંત ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. કલમ ૧૭૪ સીઆરપીસી હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.
Recent Comments