fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના ભાજપના નેતા બીજી મહિલા સાથે પત્નીએ ઝડપી પાડ્યા

ભાજપના નેતા પાર્કમાં બીજી મહિલા સાથે હતા. આ દરમિયાન તેમની પત્નીએ તેમને રંગે હાથ પકડ્યા. ગુસ્સે ભરાઈને પત્નીએ પતિની ચપ્પલથી ધુલાઈ કરી. ભાજપના નેતાની પત્ની કુટુંબીજનો સાથે ત્યાં પહોંચી હતી. પતિની પીટાઈ જાેઈને ભીડ ભેગી થવા લાગી. ત્યાં હંગામો વધી રહ્યો હતો. ત્યારબાદ પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી. આ મામલો કાનપુરના આનંદપુરી પાર્કનો છે. ભાજપના નેતા મોહિત સોનકરના ૬ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ભાજપના નેતા પર આરોપ છે કે તે અનેક દિવસથી આ પ્રકારની હરકત કરી રહ્યા હતા.

મોહિત સોનકરને એક પુત્ર અને પુત્રી પણ છે. ઘટનાની સૂચના મળતા જ જૂહી પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને પોલીસ મથક લઈ ગઈ. ભાજપના નેતાની પત્ની અને મહિલાના કારોબારી પતિ મોની સોનકરે જૂહી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. એસીપી બાબુપુરવા, આલોક સિંહે કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના કાનપુરથી એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં ભાજપના નેતાને તેમની પત્ની ચપ્પલથી પીટાઈ કરી રહી છે. ભાજપના નેતાની પત્નીએ તેને બીજી મહિલા સાથે પાર્કમાં રંગે હાથ પકડ્યો ત્યારબાદ તો તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને પતિની બરાબર ધુલાઈ કરી નાખી. આ દરમિયાન ત્યાં ખુબ હંગામો પણ મચ્યો. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/