fbpx
રાષ્ટ્રીય

ભાજપની બેઠકમાં અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા કરી આપ્યો નિર્દેશ

લોકસભા ચૂંટણીમાં ભલે દોઢ વર્ષ કરતા વધુ સમય બાકી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી પોતાની તૈયારીઓ અને રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે ૧૪૪ લોકસભા સીટો પર પાર્ટીને વધુ મજબૂત કરવાની કવાયત માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન પ્રવાસ કાર્યક્રમને લઈને બીએલ સંતોષે એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ દરમિયાન ઘણા મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો કે પહેલા પ્રવાસ કાર્યક્રમને પૂરો કરો, સંગઠનનું કામ પ્રાથમિક રૂપથી જરૂરી છે. હકીકતમાં સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે ઘણા મંત્રીઓએ પ્રવાસ કાર્યક્રમ પૂરા કર્યાં નથી. સૂત્રો પ્રમાણે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સંગઠન પ્રાથમિકતા હોવું જાેઈએ.

સંગઠને જે કાર્ય આપ્યું છે તેને પ્રાથમિકતાના આધાર પર કરો. અમિત શાહ મંત્રીઓ દ્વારા હારેલી લોકસભા સીટો પર પ્રવાસ ગંભીરતાથી પૂર્ણ ન કરવાને કારણે નારાજ હતા. તેમણે કહ્યું કે પાછલી ચૂંટણી કરતા વધુ સીટો જીતવાની છે. પાછલી વખતે ૨૦૧૯માં હારેલી સીટોમાં ૩૦ ટકા સીટો જીતી હતી. આ વખતે ૨૦૧૪માં હારેલી સીટોમાંથી ૫૦ ટકા જીતવી છે. તેમણે કહ્યું કે બિહારની હારેલી લોકસભા સીટો પર ખાસ ધ્યાન આપવું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હારેલી સીટોના ઈન્ચાર્જ મંત્રીઓએ પોતાનો પ્રવાસ પૂરો ન કરવા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મંત્રીઓને આ સીટો પર પ્રવાસ પૂરો કરવાનો નિર્દેશ આપ્યો છે. માત્ર ૩૨ મંત્રીઓએ પોતાનો પ્રવાસ પૂરો કર્યો છે. પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વએ હારેલી તમામ સીટોની જવાબદારી નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પ્રથમ તબક્કાના પ્રવાસના રિપોર્ટમાં ભાજપને સકારાત્મક વલણ મળી રહ્યું છે. બીજાે તબક્કાનો પ્રવાસ કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો. ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી બીજા તબક્કાનો પ્રવાસ કાર્યક્રમ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/