fbpx
રાષ્ટ્રીય

તેજસ્વી યાદવ જઇ શકે છે જેલ, CBIની અરજી પર સ્પેશિયલ જજે નોટિસ આપી

લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી રહેતા આ ગોટાળામાં તેમના પરિવારના સભ્યો પણ ફસાયા છે. લાલુના નાના દીકરા તેજસ્વી યાદવ પણ તેમાં શામેલ છે. તેજસ્વી યાદવ સહિત બીજા આરોપિતો વિરૂદ્ધ CBI આ મુદ્દે પહેલાથી IPCની કલમ 420, 120B સહિત ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમની અન્ય ધારાઓ હેઠળ આરોપ પત્ર કોર્ટમાં દાખલ કરી ચૂકી છે.

ન્યાયિક સૂત્રો અનુસાર, જો CBI પોતાના આરોપ કોર્ટની સામે સિદ્ધ કરવામાં સફળ થશે તો, તેજસ્વી યાદવને આ મુદ્દે સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે. આ મુદ્દે તેજસ્વી યાદવની સાથે જ તેમની માતા રાબડી દેવી પણ આરોપિત છે. માં અને દીકરાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ મુદ્દે વર્ષ 2018માં જામીન આપ્યા હતા. રાજદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ આ મુદ્દે મુખ્ય આરોપી છે.

તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનતા દળના કેટલાક નેતાઓના ઘર પર CBI દ્વારા નોકરીને બદલે જામીનના મુદ્દે દરોડા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધિત કર્યા હતા. આ મુદ્દે UPA – 1 સરકાર વખતે તેમના પિતા લાલુ યાદવના રેલ મંત્રી કાર્યાલય દરમિયાન અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો. IRCTC ગોટાલા મુદ્દે CBIએ બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ દિલ્હી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. CBIએ આ મુદ્દે તેમને આપેલા જામીનને રદ કરવાની માગ કરી છે. વિશેષ ન્યાયાધીશ ગીતાંજલી ગાયલે CBIની પીટીશન પર તેજસ્વી યાદવને નોટિસ જારી કરવાના મુદ્દે જવાબ માગ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/