fbpx
રાષ્ટ્રીય

દુનિયાનો બીજો સૌથી અમીર વ્યક્તિ PMનો મિત્ર, તો દેશમાં આટલી બેરોજગારી કેમ: રાહુલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં બેરોજગારી દરમાં વૃદ્ધિને લઈને BJP તેમજ RSS પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો કે, કેન્દ્રની NDA સરકારની રૂચિ માત્ર દેશના કેટલાક ઉદ્યોગપતિઓની રક્ષા કરવામાં જ છે. ‘ભારત જોડો યાત્રા’ ના 9મા દિવસે કરૂણાગપલ્લીમાં એક વિશાલ જનસભાને સંબોધિત કરતાં ગાંધીએ કહ્યું કે, ‘દુનિયાનો બીજો સૌથી અમીર વ્યક્તિ આ દેશના એક નેતાનો મિત્ર છે.’ તેમણે કહ્યું હતું કે, દુનિયાનો બીજો સૌથી અમીર વ્યક્તિ PM મોદીનો ખાસ છે, તો દેશમાં આટલી બેરોજગારી કેમ છે? લાખો ભારતીય લોકો બેરોજગાર છે, આનું ફક્ત એક જ કારણ છે કે સરકારનો રસ બસ અમુક ઉદ્યોગપતિઓને બચાવવામાં જ છે.

તેમણે કહ્યું કે, ‘હું તમને એક સરળ પ્રશ્ન પૂછું છું. જો ભારતમાં આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, તો આપણા ત્યાં બેરોજગારીની દરો કેમ ઉંચા છે?… લાખો ભારતીય બેરોજગાર છે, તેનું કારણ આ છે કે, સરકારની રૂચિ માત્ર કેટલાક ઉદ્યોગપતિઓને બચાવવામાં છે.’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘રોકાણ અને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણના કારણે લાખો લોકો નોકરી ગુમાવી રહ્યા છે. ક્યાં લોકો જાહેર ક્ષેત્રના આ ઉપક્રમોને લઇ રહ્યા છે? તે દેશના આ જ પાંચ અથવા છ ઉદ્યોગપતિઓની પાસે જઈ રહ્યા છે, જે આ સરકારનો લાભ ઉઠાવી રહ્યા છે.’  

આજે અંદાજે 12 કિલોમીટરની પદયાત્રા કરશે રાહુલ ગાંધી

યાત્રા સવારે 6:30 કલાકેથી ફરી શરૂ થઇ ગઈ. ગાંધી અને પાર્ટીના અન્ય સભ્ય અંદાજે 12 કિલોમીટરની પદયાત્રા કરશે અને અલપુઝા જિલ્લામાં પ્રવેશ કરશે તેમજ સવારે અંદાજે 11 કલાકે કયામકુલમમાં વિશ્રામ કરશે, તે ફરી પાંચ કલાકે પદયાત્રા કરશે અને 8 કિલોમીટરનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ચેપ્પડમાં એક જનસભાની સાથે શનિવારે કાર્યક્રમનું સમાપન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સુરેશ, કે.મુરલીધરન, કે.સી.વેણુગોપાલ અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી.સતીશન પણ ગાંધીની સાથે પદયાત્રા કરી રહ્યા છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘કોલ્લમના કરૂણાગપલ્લીની નજીક માં અમૃતાનંદમયી સાથે તેમના આશ્રમમાં મુલાકાત કરવાનું સૌભાગ્ય મળ્યું. અમ્માનું સંગઠન ગરીબ અને વંચિતોની મદદ માટે જે શાનદાર કામ કરી રહ્યું છે, તેનાથી પ્રભાવિત થયો. વિનમ્રતાપૂર્વક તેમનું અભિવાદન કર્યું અને બદલામાં તેમણે મને હૂંફથી, પ્રેમપૂર્વક ગળે લગાવ્યું.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/