fbpx
રાષ્ટ્રીય

શું દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ માફિયા માટે અમેરિકા તાલિબાન સામે ઝૂક્યું ઘૂંટણીયે?!…

દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ માફિયાને અમેરિકાની જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. ત્યારે આ સમાચાર મળતાની સાથે જ માત્ર ભારતની જ નહીં દુનિયાની તમામ સુરક્ષા અને તપાસ એજન્સીઓ પરેશાન છે. આ ડ્રગ્સ માફિયાને તાલિબાનના સૌથી ખતરનાક અને સમગ્ર વિશ્વમાં સૌથી અમીર ડ્રગ્સ માફિયા તરીકે ઓળખવામાં આવે છે. તેને અફઘાનિસ્તાને અમેરિકાની જેલમાંથી એક ડીલ અંતર્ગત છોડાવવામાં સફળતા મળી છે. તેનો છૂટકારો ભારત નહીં સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે. આ ડ્રગ્સ માફિયાનું નામ બશીર નૂરજઈ છે. વર્ષ ૨૦૨૦માં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલિબાને અમેરિકન એન્જિનિયર માર્ક ફ્રેરિચને છોડવાના બદલામાં નૂરજઈને છોડાવ્યો છે. નૂરજઈ, વર્ષ ૨૦૦૫માં અમેરિકાની જેલમાં બંધ હતો. અમેરિકાએ બશીર નૂરજઈને ૨૦૦૯માં અફીણ અને હેરોઈનની તસ્કરી કરવાના આરોપસર ઉંમરકેદની સજા સંભળાવી હતી.

હાજી બશીર અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતનો નૂરજઈ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. ધરપકડ પહેલાં બશીર નૂરજઈ એશિયાનો પાબ્લો એસ્કોબાર કહેવાતો હતો.  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીપી, એચજીએસ ધાલીવાલે આ મામલે જણાવ્યુ હતુ કે, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસમાં ખુલાસો થયો છે કે, હાલમાં મુંબઈ પોર્ટ પરથી ૧૮૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તે હિન્દુસ્તાનના કેટલાંક રાજ્યોમાં સપ્લાય થતું હતું. તેના પાછળ પાકિસ્તાન નેટવર્ક સામે આવ્યું છે. નાર્કો ટેરર એન્ગલથી પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે, બશીર તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો ગણાય છે. ત્યાં ૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયેત ફોજ અંતર્ગત પણ તે લડી ચૂક્યો છે. બશીરના છૂટકારા પછી હવે અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે કે, તાલિબાન સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ કારોબાર કરવા માટે બદનામ છે અને બશીરના છૂટકારા પછી તે નેટવર્ક વધુ મજબૂત થશે. તાલિબાન ઇન્ટરનેશનલ લેવલ પર ડ્રગ્સ કારોબારમાં વધુ ઝડપથી સમગ્ર દુનિયામાં સકંજાે જમાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/