પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ધાટન
૫જી સેવા લોન્ચ કરતા પહેલા પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે કેન્દ્રીય સંચાર, ઈલેન્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ પહેલી ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર સુધી ચાલશે. અને હવે એવું કહી શકાય કે લાંબી રાહ જાેયા બાદ આખરે ભારતમાં ૫જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૨ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં ૫જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ ૪ ઓક્ટોબર સુધી ચાલશે. જાે કે શરૂઆતમાં દેશના તમામ શહેરોમાં આ ૫જી સેવા ઉપલબ્ધ નહીં થાય.
દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અમુક શહેરોમાં જ આ સેવા મળશે. ૫જી સેવાનો વિસ્તાર આગામી વર્ષના અંત સુધીમાં પેન ઈન્ડિયા લેવલ પર થશે. હાલ મેટ્રો શહેરોમાં ૫જી કનેક્ટિવિટી મળશે. પ્રધાનમંત્રીએ આજથી જે ૫જી મોબાઈલ સેવાનો શુભારંભ કરાવ્યો તે ગણતરીના શહેરોમાં ઉપલબ્ધ થશે. પહેલા તબક્કામાં ૧૩ શહેરોમાં ૫જી સેવાની શરૂઆત થશે. જેમાં દિલ્હી, અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે સામેલ છે. પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી જે ૮ શહેરોમાં ૫જી સેવાની શરૂઆત કરાવી તેમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગર પણ સામેલ છે. અમદાવાદના રોપડા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ઉપરાંત રિલાયન્સ કંપનીના અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. તે જાણો કોણ લઈ શકશે લાભ.
૫જી યૂઝ કરવા માટે તમારે નવા સિમ કાર્ડની હાલ જરૂર નહીં પડે. તમે તમારા જૂના સિમ પર જ નવી સેવા યૂઝ કરી શકશો. જાે કે તે માટે તમારા ફોનમાં ૫જી સપોર્ટ હોવો જરૂરી છે. ૫જી સપોર્ટ ઉપરાંત તેમાં તે બેન્ડ્સ હોવા પણ જરૂરી છે જેના પર સર્વિસ ઉપલબ્ધ હશે. ભારતમાં લોન્ચ થયેલા અનેક મોબાઈલ ૫જી સ્પેક્ટ્રમ હરાજી પહેલાના છે. આવામાં તમારે ચેક કરી લેવું જાેઈએ કે તમારા ફોનમાં કયા કયા બેન્ડ્સ મળે છે અને તમારા ઓપરેટર કયા બેન્ડ્સ પર સર્વિસ પ્રોવાઈડ કરશે. અને આમાં નવું શું હશે. એવું નથી કે ૫જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઈન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે. ૫જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. એટલે કે નવા નેટવર્ક પર હાઈ સ્પીડ ડેટા ઉપરાંત સારી કોલ અને કનેક્ટિવિટી મળશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે.
Recent Comments