fbpx
રાષ્ટ્રીય

વારંવાર વન્ય પ્રાણી રેવન્યુ કે રહેણાંક વિસ્તારમાં આવી ચડવા વ્યવસ્થા તંત્ર ની ખામી

પર્યાવરણ જાળવવા માટે વૃક્ષો, જંગલોની સાથે વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ મહત્ત્વનું છે. તેથી ૧૯૫૫ થી અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના જન્મદિનથી તા. ૨ થી ૮ ઑક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઊજવવામાં આવે છે.આ ઉજવણી દરમ્યાન વન્ય પ્રાણીઓ સંબંધી ચિત્રો નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા અને વનવિભાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)ની મુલાકાત, શિબિરો, પ્રવચનો વગેરેનું આયોજન કરવામાં આવે છે.ભારતમાં પુરાતનકાળથી જંગલી પ્રાણીઓને મહત્ત્વ અને રક્ષણ અપાતું હોવાના ઉલ્લેખો આપણી પૌરાણિક કથાઓ, સાહિત્ય અને લોકસાહિત્યમાં દેવી દેવતા ઓના વાહન તરીકે  જોવા મળે છે તેમજ ધાર્મિક બાબતોમાં પૂજનીય સ્થાન પણ જોવા મળે છે તો સાથો સાથ અધશ્રદ્ધા માં વિધિ ના નામે ધુડ નું ધુડ કાઢી નાખવા માં આવ્યું શોધસંશોધન મેડિકલ રિચર્સ માં ખતરા અખતરા થયા જ કરે છે  વન્યજીવોની સુરક્ષાની વાત કરાઈ છે ત્યારે  વૈશ્વિક સ્તરે વન્યજીવોની સુરક્ષા જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે વૈશ્વિક ધારાધોરણે પ્રયત્નો હાથ ધરાયા છે. જૈવિક વિવિધતાના રક્ષણ માટે અમુક વિસ્તારોને સુરક્ષિત વિસ્તાર (Protected Area) તરીકે રક્ષણ આપવામાં આવે છે. વિશ્વની જમીનનો ૯.૫ ટકા જેટલો ભાગ એટલે કે ૧૨.૪ મિલીયન ચોરસ કિલોમીટર જમીન સુરક્ષિત વિસ્તાર હેઠળ આવરી લેવાય છે.

આ વિસ્તાર ભારત અને ચીનના વિસ્તાર કરતાં પણ મોટો છે. વિશ્વભરમાં ૩૦,૦૦૦ જેટલાં સુરક્ષિત વિસ્તારો જાહેર કરાયા તેને વીસમી સદીની સિદ્ધિ ગણી શકાય. જંગલ વિસ્તારોનો સાતત્યપૂર્ણ ઉપયોગ, વન્યજીવો નું રક્ષણ જેવા જુદા-જુદા હેતુ સાથે સુરક્ષિત વિસ્તારોને જુદી જુદી છ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે.ભારતમાં વન્યજીવોની સુરક્ષા દેશમાં વન્યજીવોની સુરક્ષા અને વિકાસ માટે કુલ જમીનનો ૪.૭ ટકા જેટલો વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (wildlife Protected Area) તરીકે જાહેર કરાયો છે. વન્યજીવોની સુરક્ષા માટે ભારતમાં અત્યાર સુધી થયેલી મુખ્ય કામગીરી જોઈએ તો ભારત સરકારે વાઈલ્ડ લાઇફ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના ૧૯૫૬માં કરી. દેશમાં ૮૯ નેશનેલ પાર્ક અને ૪૮૨ અભયારણ્યો જાહેર કરવામાં આવ્યાં છે. ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના સંરક્ષણ માટે કેટલાંક ખાસ પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે.

જેમ કે, પ્રોજેક્ટ ટાઇગર (૧૯૭૩) હેઠળ ૨૫ રાષ્ટ્રીય અભયારણ્યો વાઘના રક્ષણ માટે સ્થપાયા છે.લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓને ખાસ કાયદાકીય રક્ષણ પણ અપાયું છે. આ પ્રાણીઓને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન ઍક્ટ, ૧૯૭૨ના શિડ્યુલ ૧ની યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશનાં ચુનંદાં પ્રાણી સંગ્રહાલયોમાં લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓની વસ્તી જાળવી રાખવા માટે ખાસ બ્રિડીંગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.જૈવિક વિવિધતા પરનું માનવીય આક્રમણ અટકાવવા ભારત સરકારે નેશનલ પાર્ક અને અભયારણ્યોની આસપાસ ઇકો-ડેવલપમેન્ટ યોજના શરૂ કરી છે. ઇન્ડિયા ઇકો-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેટલાંક મહત્ત્વનાં સુરક્ષિત વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે.

વન્યજીવોની સુરક્ષા અંગેની મુખ્ય કાયદાકીય જોગવાઈઓ – નીતિ ભારતીય જંગલ અધિનિયમ, ૧૯૭૨ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ભારતીય જંગલ ૧૯૭૨ જંગલ સુરક્ષા ધારો, ૧૯૮૦ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ રાષ્ટ્રીય જંગલનીતિ, ૧૯૮૮ વિકાસ અને પર્યાવરણ વિષેનું નીતિવિષયક નિવેદન, ૧૯૯૨ કોસ્ટલ ઝોન રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૯૧ગુજરાતમાં વન્યજીવોની સ્થિતિ આઝાદી પછીનાં વર્ષોમાં અન્ન ઉત્પાદન વધુ અગત્યની જરૂરિયાત હોવાથી વન્યજીવો – જંગલોની સુરક્ષામાં સરકાર તરફથી વધુ પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા, પરંતુ, ૧૯૭૦ બાદ સરકાર દ્વારા જંગલ સૃષ્ટિના જતન માટેના સધન પ્રયત્નો કરવામાં આવ્યા. વીસમી સદીના અંત સુધીમાં ગુજરાતમાં ૨૧ અભયારણ્યો અને ૪ નેશનલ પાર્ક સ્થાપવામાં આવ્યા. જંગલી પ્રાણીઓની સાથોસાથ અન્ય પ્રાણીઓની સુરક્ષા પણ થવી જોઈએ એવો અભિગમ રાખવામાં આવ્યો.

જંગલનું જીવનચક્ર જળવાઈ રહે, વન્યપ્રાણીઓની રહેઠાણ, ખોરાકની જરૂરિયાત સંતોષાઈ રહે તે માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.રાજ્યમાં જંગલસૃષ્ટિની સુરક્ષા માટે થયેલ પ્રયત્નો સંતોષકારક છે, પણ પૂરતા નથી. ગુજરાતના સુરક્ષિત વિસ્તારોની પરિસ્થિતિ જોઈએ તો ગીર નેશનલ પાર્ક, કાળિયાર નેશનલ પાર્ક અને હિંગોળગઢ નેચર એજ્યુકેશન સોસાયટી – આ ત્રણ ગુજરાતના યોગ્ય વ્યવસ્થાપનવાળા સુરક્ષિત વિસ્તારો ગણાય છે.કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય અને કચ્છના મોટા રણમાં આવેલ અભયારણ્ય મળીને ગુજરાતના સુરક્ષિત વિસ્તાર પૈકીનો ૭૪ ટકા જેટલો વિસ્તાર આવરી લે છે.કેટલાક સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર થયેલ સ્થળોમાં અસરકારક વ્યવસ્થાપન થઈ શકતું નથી.ગુજરાતમાં પ્રાકૃતિક શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગીર ફાઉન્ડેશન (Gujarat Ecological Education And Research Foundation) ૧૯૮૩માં સ્થાપવામાં આવ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ :ગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તેની વિગતો કેટલાંક ખાસ પ્રાણીઓ-પક્ષીઓના સંદર્ભમાં જોઈએ તો એશિયાટિક લાયન વસ્તી ૩૨૭ (૨૦૦૧ સેન્સસ પ્રમાણે) મૃત્યુનાં કારણો ખુલ્લા કૂવામાં પડી જવાથી કે શિકાર થવાથી ખેતર કે વાડીમાં ફેન્સીંગમાં વાયર કરંટ પસાર કરીને ટ્રેનના પાટામાં આવી જવાથી માલધારી દ્વારા સ્વરક્ષણ માટે ગંભીર ઇજા પ્રાણીના રક્ષણ માટે ખોરાકમાં ઝેર આપી દેવાથી ઘુવડની ઘટતી જતી સંખ્યા ઘુવડની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ ઘુવડનો તાંત્રિક વિધિમાં થતો ઉપયોગ છે તાંત્રિક વિધિમાં ઘુવડને પહોંચાડવા શિકારીઓ  વેપારીઓની વ્યવસ્થિત ટોળકીઓ ઊભી થઈ છે જે રૂપિયા ૫૦૦૦ થી ૨૫,૦૦૦ માં ઘુવડ પહોંચાડે છે ધુવડ પક્ષીની ઘટતી સંખ્યા ઘોરડ ને ખૂબ જ મોટા અને ઘાસીયા મેદાન, ખૂબ જ ઓછી અવર-જવર અડચણ ન હોય તેવી જગ્યાની જરૂર પડે છે.

વિશ્વમાં અલભ્ય એવા આ પક્ષી માટે રહેવા માટે પર્યાવરણની દૃષ્ટિએ આ ખૂબ જ અસુરક્ષિત વિસ્તાર છે. કચ્છમાં અભયારણ્યમાં આસપાસનાં મેદાનો હાલ ખેતી હેઠળ આવતાં જાય છે.ફિક્સ બાઉન્ડ્રીવાળો વિસ્તાર વન્ય પશુ-પક્ષીઓ માટે અયોગ્ય હોય છે. આ પક્ષીને વધારે પ્રમાણમાં જરૂરી સુરક્ષિતતા મળે તે માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. ઉપરાંત, કચ્છ ઘોરાડ અભયારણ્ય તેના રક્ષણ માટે ઘણું નાનું છે અને તેને વધારવાની જરૂર છે. કચ્છ ઘોરાડ અભયારણ્યમાં પણ ગાંડો બાવળ ફેલાવાનો શરૂ થયો છે તેને અટકાવવો જોઈએ.મોર વસ્તી ૧૯૮૧ની રાજ્યમાં ગણતરી મુજબ ૧.૫ મોર લાખ હતા. ગીરમાં મે-૨૦૦૦ની વસ્તી મુજબ ૩૦,૦૦૦ મોર હતા. જૂન, ૨૦૦૦ માં ગાંધીનગરમાં ૬૦૦ અને ઇન્દ્રોડા પાર્કમાં ૨૫૦ મોર નોંધાયા હતા. હાલની સ્થિતિ મોરનો ખોરાકમાં ખાવા માટે મોટા પાયે શિકાર થાય છે.જૂનાગઢ જિલ્લામાં ડફેર કોમ મોરના શિકાર માટે પ્રખ્યાત છે, વર્ષોથી મોરનો શિકાર કરે છે  મોરને દાણામાં ઝેર આપી મારી નાંખવાની સંખ્યાબંધ ઘટના બને છે.ઉપરાંત ગીલોલ અને બંદૂકથી શિકાર થાય છે.

મોરનાં પીંછાંને એક્સપોર્ટ કરવા માટે પણ મોરની હત્યા થાય છે.મોરના પીંછાને છેડે લોહીના ડાધા જોવા મળે છે.દરિયાઈ કાચબાનાં ઈંડાંનો શિકાર ગુજરાતના કાચબા તથા તેના ઈંડાંનો શિકાર થાય છે. ગુજરાતમાં કચ્છ જામનગર અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે ચોમાસામાં દરિયાઈ કાચબા ઈંડાં મૂકવા આવે છે.હાલની સ્થિતિ કાચબાના માંસનો ખોરાક તરીકે વ્યાપક ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મળી આવતા કાચબા તથા તેના ઈંડાના સંરક્ષણ માટે પાકો બંદોબસ્ત થવો જરૂરી છે, કારણ કે કાચબાને જો સ્થાન ભયજનક લાગે તો તે સ્થાન છોડી દે છે. દરિયામાં પ્લાસ્ટિકની કોથળી ફેંકાવાને કારણે પણ કાચબા મૃત્યુ પામે છે.કાળિયાર (Black-buck)નો શિકાર : વસ્તી :પ્રથમ વસ્તીગણતરી વર્ષ ૧૯૭૬ મુજબ ૧૫૮૦, બીજી વસ્તીગણતરી વર્ષ ૧૯૮૩ મુજબ – ૩૩૨૦, ત્રીજી વસ્તીગણતરી વર્ષ ૧૯૮૯ મુજબ – ૭૩૪૦, ચોથી વસ્તીગણતરી વર્ષ ૧૯૯૪ મુજબ – ૧૩,૨૫૦ અને વર્ષ ૨૦૦૦ મુજબ – ૨૪૫૫૦. હાલની સ્થિતિ શિકારીઓ મોટા પ્રમાણમાં કાળિયારનો શિકાર કરે છે.

વ્હેલશાર્કનો સૌરાષ્ટ્રમાં શિકાર વ્હેલશાર્કનો ખોરાક અને તેલ માટે શિકાર થાય છે. આરબ દેશોમાં તેના માંસની નિકાસ થાય છે. તેલનો ઉપયોગ હોડી પર લગાવવા થાય છે ૧ વ્હેલ શાર્કમાંથી ૭૦ થી ૮૦ બેરલ તેલ નીકળે છે વ્હેલશાર્કનો તેની પાંખો-હાડપિંજર-ત્વચા માટે પણ શિકાર થાય છે.નળ પક્ષી અભયારણ્યમાં શિકાર ઈ.સ. ૧૯૯૨ના આંકડા અનુસાર નળ સરોવરમાં જળચર પક્ષીઓની ૧૧૩ પ્રજાતિઓ નોંધાઈ છે. સ્થળાંતરિત પક્ષીઓને કારણે નળ સરોવરની રમણીયતા વધે છે.નળ સરોવરની આજુબાજુ આવેલાં ૧૨ ગામોના લોકો પોતાની આજીવિકા માટે આ સરોવર પર આધાર રાખે છે. ઇકોર્ટૂરિઝમના આદર્શ સ્થાન ગણાતા નળ સરોવ૨માં વર્ષ દરમ્યાન ઘણા પ્રવાસીઓ પણ આવે છે. આ કારણોથી નળ સરોવર પક્ષીઓ માટેનું અસુરક્ષિત સ્થાન બનતું જાય છે. નળ સરોવરમાં માછીમારી અને શિકાર પ્રવૃત્તિઓને કારણે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે.

નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય જમીન છીનવી લેવાના પ્રયાસો નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યને પ્રોટેક્ટેડ એરિયાના મેનેજમેન્ટ દ્વારા રાજ્ય સરકારે ડી-નોટીફાઇડ જાહેર કરાયા છે. Gide – Geer સંસ્થાનાં નિરીક્ષણો મુજબ ૧૯૯૮-૯૯માં ૧૫૫૦થી ૧૯૦૦ ચિંકારા હતાં. ઉપરાંત, અભયારણ્યમાં ચૂનાના પથ્થર, લિગ્નાઇટ, બોક્સાઇટ અને બેન્ટોનાઇટનાં ખનિજો આવેલાં છે વળી, અભયારણ્યની ઉત્તર-પૂર્વીય સીમા પર પાનન્ધ્રો વીજમથક અને ગુજરાત માઇનીંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ખાણ પ્રવૃત્તિથી અભયારણ્યને અવળી અસરો થઈ છે. સિમેન્ટ ઉદ્યોગના ફાયદા માટે વધુ જમીન ખુલ્લી કરવા હિલચાલો થઈ રહી છે, જેથી ચિંકારાનું અસ્તિત્વ લુપ્ત થશે. ખાણ-ખનિજ મંત્રીએ જાહેરાત કરી છે કે રક્ષિત જંગલો અને અભયારણ્યની કેટલીક જમીનો આરસ, ડોલોમાઇટ અને અન્ય ખનિજો માટે છૂટી કરી આવકમાં વધારો કરાશે, પણ ચિંકારાની જાતિ લુપ્ત થતી જશે તેની તેમને ચિંતા દર્શાવી નથી.

ગુજરાતમાં ભયમાં મુકાયેલાં વન્ય પશુ-પક્ષીઓ :સિંહ, ઘુડખર, ઘોરડ, જળબિલાડી, રણબિલાડી, હેણોતરો, ખડમોર, રણલોંકડી, મોટી ઊડતી ખિસકોલી, જંગલી કૂતરો, ટીલોર, ચિલોતરો, કાળી ઢોક, ચકતાવાળી બિલાડી, ભેખર વગેરે વન્ય પશુ-પક્ષીઓ ભયમાં મૂકાયેલાં છે.જંગલમાં આગ લાગવાના બનાવો તા. ૧ જાન્યુઆરી ૨૦૦૧ થી ૩૦ જૂન, ૨૦૦૧ સુધીમાં આગના કુલ ૧૮૨૮ બનાવો બન્યા. ગીર જંગલ વિસ્તારમાં ૧ જાન્યુઆરી, ૨૦૦૧થી ૩૧ જાન્યુઆરી, ૨૦૦૨ સુધીમાં ૨૭ વખત આગ લાગી. આગ નિવારવાના વૈજ્ઞાનિક ઉપાયો નહીંવત્ છે. ઈસરો સંસ્થાએ સેટેલાઇટની મદદથી આગને નિરીક્ષણમાં લઈ તેને ઠારવા પ્રોજેક્ટ સરકારને મૂક્યો હતો પરંતુ, તે સ્વીકારવામાં આવ્યો નથી વારંવાર વન્ય પ્રાણી રેવન્યુ કે રહેણાંક વિસ્તારો માં આવી ચડવા ના બનાવો બતાવી રહ્યા છે વ્યવસ્થા તંત્ર ની ખામી વર્ષે લાખો અબોલ જીવો તો માનવ સમાજ ને રાહત આપવા મેડિકલ સાયન્સ માં રિચર્સ કરવા અખતરા માટે ભોગ લેવાય છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/