fbpx
રાષ્ટ્રીય

ભારતની નિકાસ સપ્ટેમ્બરમાં ઘટીને ૩૨.૬૨ અબજ ડોલર

દેશની નિકાસમાં સપ્ટેમ્બરમાં ૩.૫૨ ટકાનો ઘટાડો થયો છે. જે ઘટીને ૩૨.૬૨ અબજ ડોલર થઇ છે. એવી જ રીતે વેપાર ખાતાની ખાધમાં પણ વધારો થયો છે. જે વધીને ૨૬.૭૨ અબજ ડોલરે પહોંચી છે. આ તમામ બાબતો અર્થતંત્ર માટે સારા સંકેતો નથી. વાણિજ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલાં આંકડામાં એન્જીનીયરિંગ, તમામ કાપડના રેડી-મેઇડ ગાર્મેન્ટ્‌સ અને ચોખા જેવા ક્ષેત્રોની નિકાસ ઘટી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અન્ય જે ક્ષેત્રોમાં નિકાસમાં ઘટાડો થયો છે તેમાં રસાયણ અને કોટન યાર્ન ઉપરાંત ફેબ્રિક્સમાં પણ નિકાસ ઘટી છે. 

જાેકે બીજી બાજુ સપ્ટેમ્બરમાં નિકાસ અગાઉના વર્ષના આ જ ગાળાના ૫૬.૨૯ અબજ ડોલરથી ૫.૪૪ ટકા વધીને ૫૯.૩૫ અબજ ડોલર થઇ છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસ ૧૫.૫૪ ટકા વધીને ૨૨૯.૦૫ અબજ ડોલર થઇ હતી. આ ગાળામાં આયાત પણ ૩૭.૮૯ ટકા વધીને ૩૭૮.૫૨ અબજ ડોલર થઇ છે. નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં વેપાર ખાધ અગાઉના આ ગાળાના ૭૬.૨૫ અબજ ડોલરથી વધીને ૧૪૯.૪૭ અબજ ડોલર થઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/