fbpx
રાષ્ટ્રીય

લુધિયાણામાં શાળામાં સહાધ્યાયીએ છોકરીની આંખમાં પેન્સિલ મારતા દૃષ્ટિ ગુમાવી,જાણો સમગ્ર મામલો

લુધિયાણાની એક શાળામાં ધોરણ-૧ની છોકરીની આંખમાં એક સહાધ્યાયીએ પેન્સિલ મારી. જેના કારણે તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. તે પછી ડોક્ટરે બાળકીની આંખનું ઓપરેશન કર્યું છે પરંતુ વિઝન પાછું આવશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. બીજી તરફ આ ઘટના બાદ બાળકીના માતા-પિતાએ સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. જે બાદ આ મામલો હવે જાેર પકડી રહ્યો છે. બાળકીના પિતા શરદ સૂદનું કહેવું છે કે તેમની પુત્રી ડીએવી સ્કૂલમાં ધોરણ-૧માં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે ગુરુવારે તેને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તેની દીકરીને આંખમાં હાથ વાગવાથી દુખાવો થઈ રહ્યો છે અને તે સ્કૂલે આવીને દીકરીને ઘરે લઈ જાય. શરદ સૂદનો આરોપ છે કે શાળા પ્રશાસને તેમને કહ્યું ન હતું કે તેમની પુત્રીની આંખમાં પેન્સિલ વાગી છે.

શરદ સૂદે કહ્યું કે જ્યારે તે છોકરીને સ્કૂલેથી ઘરે લઈ આવ્યો ત્યારે તેની દીકરી ઊંઘી ગઈ હતી પરંતુ જ્યારે તે જાગી ત્યારે તેને તેની આંખમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો અને તે એક આંખ વડે જાેઈ શકતી નહોતી. તે પછી છોકરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે તેની આંખમાં કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઘા છે. ડૉક્ટરે બાળકીની સર્જરી કરવી પડી. ડૉક્ટરનું કહેવું છે કે સર્જરી પછી આંખોનું વિઝન પરત આવશે તે વિશે કંઈ કહી શકાય નહીં. બીજી તરફ બાળકીના પિતા શરદ સૂદે શાળા પર આરોપ લગાવ્યો છે કે તેમને કહેવામાં આવ્યું ન હતું કે બાળકીની આંખમાં પેન્સિલ છે.

તેણે કહ્યું કે પેન્સિલ મળ્યા બાદ જ્યારે છોકરીને દુખાવો થતો હતો ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી જાેઈતી હતી. આ અંગે શાળાના આચાર્ય ડો.અનુ વર્માનું કહેવું છે કે આ મામલો સવારે ૯.૩૦ વાગ્યાનો છે અને બાળકીના માતા-પિતાને સમયસર જાણ કરવામાં આવી હતી. સાડા દસ વાગ્યે બાળકીના દાદા તેને શાળાએથી ઘરે લઈ ગયા હતા. બીજી તરફ ફરિયાદ બાદ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. છઝ્રઁ અશોક કુમારે કહ્યું છે કે બાળકીની આંખમાં કેવી રીતે ઈજા થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ પોલીસ કોઈ કાર્યવાહી કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/