fbpx
રાષ્ટ્રીય

હાઇડ્રોજન કારને લઇને નિતિન ગડકરીનું મોટું નિવેદન, ૧ KG માં ૪૦૦ KM દોડશે કાર!

ભારતમાં જલદી જ તમને હાઇડ્રોજન ફ્યૂલથી ચાલનાર ગાડીઓ દોડતી જાેવા મળશે. ભારત સરકાર સતત ઇલેક્ટ્રિક અને બાયો ફ્યૂલથી ચાલનાર વાહનો પર ભાર મૂકી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે ભારતમાં સામાન્ય લોકોને ક્યારથી હાઇડ્રોજન કાર મળવા લાગશે. તે મંગળવારે થયેલા એક એવોર્ડ દરમિયાન તેમણે પ્રદૂષણને બે તરફી ઇલાજ પણ ગણાવ્યો. નિતિન ગડકરીએ કહ્યું કે ભૂંસામાંથી ઇંધણ બનાવવામાં આવી રહ્યું છે, જે હાઇડ્રોજન કારમાં ઉપયોગ થઇ શકશે. નિતિન ગડકરી ભારતની પ્રથમ હાઇડ્રોજન કારમાં સફર કરીને એવોર્ડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જાેકે હાઇડ્રોજન કારનું મેન્યુફેક્ચરિંગ હવે ભારતમાં થશે. તેની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે.

અત્યારે હાઇડ્રોજન ત્રણ પ્રકારના બની રહ્યા છે. બ્લેક હાઇડ્રોજન જે કોલસામાંથી બને છે. બ્રાઉન હાઇડ્રોજન જે પેટ્રોલિયમ માંથી બને છે. અને ત્રીજાે પ્રકાર છે ગ્રીન હાઇડ્રોજન. આ હાઇડ્રોજન મુનિસિપલ વેસટ, સીવેજ વોટર અથવા પાણીમાંથી બનાવી શકાય છે. નીતિન ગડકરીએ કહ્યું કે ‘અમે નગરપાલિકાના કચરમાંથી ગ્રીન ફ્યૂલ બનાવવા માંગીએ છીએ. આપણે હવે ઇંધણ આયાત નહી, પરંતુ નિર્યાત કરવા માંગીએ છીએ. આપણે ખેતીના વેસ્ટમાંથી પણ એનર્જી બનાવી શકીએ છીએ. તેના માટે આપણે ઇલેક્ટ્રોલાઇઝર જાેઇએ જે ભારત દુનિયામાં સૌથી વધુ બનાવે છે. તે ૧.૨૫ થી ૧.૫ કરોડ નું બને છે. તેનું કામ છે ઓક્સિજન અલગ કરી હાઇડ્રોજન બનાવવાનું. તેના માટે આપણે જનરેટર જાેઇએ જે હવે ઇથેનોલ ફ્યૂલ બેસ્ડ બનાવી દીધું છે.

કિર્લોસ્કરે તેને ઓછા ખર્ચમાં બનાવી દીધું છે. નિતિન ગડકરીએ જણાવ્યું કે એક સમયે તેમની પણ તેમની વાતો પર વિશ્વાસ કરતી ન હતી કે પાણીમાંથી ફ્યૂલ બનાવીને કાર ચાલશે. એટલા માટે તેમણે વિચાર્યું કે હવે તે તેમાં જ મુસાફરી કરશે. નિતિન ગડકરીના અનુસાર ભારતમાં દોઢથી બે લાખ લોકો હાઇડ્રોજન કાર ચલાવી શકશે. તેમનો પ્રયત્ન છે કે ૮૦ રૂપિયે કિલો હાઇડ્રોજન મળી શકે. ૧ કિલો હાઇડ્રોજનમાં કાર ૪૦૦ કિલોમીટર દોડી શકશે. અત્યારે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોની ખપત એટલી થઇ ચૂકી છે કે ઘણા વાહનોની એકથી દોઢ વર્ષનું વેટિંગ છે. જલદી જ ભારતને વાહનોના પ્રદૂષણમાંથી છુટકારો મળવાની આશા પણ દેખાઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/