fbpx
રાષ્ટ્રીય

ભાજપે પ્રદૂષણ પર દિલ્હી સરકારનો ઘેરાવ કર્યો, હિટલર સાથે કરી કેજરીવાલની સરખામણી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં આજે સતત ત્રીજા દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં બનેલી છે. ધુમાડો છવાયેલો છે. જેના કારણે દ્રશ્યતા ઓછી થઈ છે. હવામાં ઁસ્૨.૫ લેવલ વધવાના કારણે આંખોમાં બળતરા, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક સુધારવા માટે એક ઉપાય તરીકે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનાથી થોડી રાહત મળશે તેવું અનુમાન લગાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ટિ્‌વટ કર્યું, દિલ્હીમાં ખતરનાક સ્તરને પાર કરી રહ્યું છે છઊૈં! પ્રદૂષણ રાજનીતિ વિશે નથી. આ લોકો વિશે છે.

અરવિંદ કેજરીવાલ ચૂંઠણી મંત્રી બનવાનું બંધ કરો અને અમને બતાવો કે દિલ્હીમાં પ્રદૂષણના આંતરિક કારણોને રોકવા માટે આપે છેલ્લા ૮ વર્ષોમાં શું પગલા ભર્યા છે. સફળતા કેમ નથી મળતી. ભાજપના નેતા અમિત માલવીયાએ એક ટિ્‌વટ કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા શાસક છે, જેમણે પોતાના શહેરને ગેસ ચેમ્બર બનાવી દીધું છે. જ્યારે હિટલર પહેલા હતા. આપણે જે સમયમાં રહી રહ્યા છીએ, તે સમયની એક ગંભીર તસ્વીર દર્શાવે છે. હોલોકોસ્ટ માટે હીટલરને કિંમત ચુકવવી પડી હતી. પણ અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પીછો છોડાવવા માગે છે. તેમને જવાબદાર બનાવાની જરુર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/