fbpx
રાષ્ટ્રીય

હરિયાણાની ૧૮ મહિનાની બાળકી મરીને પણ બે બાળકોને જીંદગી આપતી ગઈ

૧૮ મહિનાની માસૂમ બાળકી માહિરા મરતા મરતા બે ઘરને કાયમ માટે રોશની આપતી ગઈ. માહિરાના પરિવારનું કહેવું છે કે અમારી બાળકી ભલે જીવતી ન હોય, પણ તેના અંગદાનથી વધુ બે બાળકોની જીંદગી બચી ગઈ છે. હરિયાણાના નૂંહમાં રહેતી એક મહિનાની માહિરી ૬ નવેમ્બર સાંજે પોતાના ઘરે બાલ્કનીમાં રમતા રમતા અચાનક નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. પરિવારે આ ઘટના બાદ તુરંત તેને હોસ્પિટલે લઈ ગયા, જ્યાંથી તેને દિલ્હી એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં રેફર કરી દીધી. તે બેભાન અવસ્થાનમાં ટ્રોમ સેન્ટરમાં દાખલ થઈ. અહીં ૧૧ નવેમ્બર સુધી માહિરા જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમતી રહી.

ડોક્ટર્સે આ બાળકીનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પણ ૧૧ નવેમ્બરની સવારે તેને બ્રેન ડેડ ઘોષિત કરી દીધી, આ સમાચાર સાંભળી માતા-પિતા પડી ભાંગ્યા, પણ ડોક્ટર્સના સમજાવવા પર બાળકીના અંગદાનનો ર્નિણય કર્યો, માહિરા અંગદાન કરતા દિલ્હી એનસીઆરમાં બીજી સૌથી નાની બાળકી છે. માહિરાને એક સાત વર્ષનો ભાઈ અને એક છ વર્ષની બહેન પણ છે. લીવર, કીડની પ્રત્યાર્પણ કરી- માહિરાના લિવરને આઈએલબીએસ હોસ્પિટલમાં જીંદગી અને મોત સામે ઝઝૂમી રહેલા છ વર્ષના બાળકના શરીરમાં ટ્રાંસપ્લાન્ટ કર્યું.

તો વલી માહિરાની બંને કિડની એઈમ્સમાં જ ૧૭ વર્ષના કિશોરમાં સફળતાપૂર્વક ટ્રાંસપ્લાન્ટ કર્યું. કોર્નિયા, બંને આંખો, હાર્ટ વોલ્વ બાદ સંરક્ષિત રાખી મુકવામાં આવ્યા છે. એઈમ્સના ન્યૂરોસર્જન ડોક્ટર દીપક ગુપ્તાએ જણાવ્યું છે કે, આ વર્ષે નોઈડાની રહેવાસી એક ૧૧ મહિનાની રોલીને ગુનેગારોએ ગોળી મારી દીધી હતી. એઈમ્સમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. તેના પરિવારે રોલીના અંગદાન કરીને ચાર બાળકોનો જીવ બચાવ્યો હતો. રોલીના કેસને જાેઈને માહિરાના માતા-પિતાને સમજાવ્યા. એઈમ્સના ઓર્બો વિભાગના અધ્યક્ષ ડોક્ટર આરતી વિજે જણાવ્યું કે, એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં છેલ્લા છ મહિનામાં આ ત્રીજૂ અંગદાન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/