fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીને યાત્રામાં બહેન પ્રિયંકા,સચિનનો સાથ મળતા શું ગહેલોત આવશે ટેન્શનમાં!

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ભારત જાેડો યાત્રા પર નિકળેલા છે. આ યાત્રામાં આજે સવારે તેમની બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા. બંને પહેલી વાર આ યાત્રામાં જાેડાયા છે. તેમનો દિકરો રેહાન વાડ્રા પણ આ યાત્રામાં જાેડાયો છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચિંતા વધી શકે છે. પ્રિયંકા ગાંધીની સાથએ સચિન પાયલટ પણ આ યાત્રાનો ભાગ બનતા દેખાયા હતા. આપને જણાવી દઈએ કે, પહેલા પમ એવા કેટલાય સમાચાર આવ્યા છે કે પ્રિયંકા અને રાહુલ રાજસ્થાનની કમાન સચિનને સોંપવાના પક્ષમાં છે.

અગાઉ જ્યારે સચિન પાયલટ અને તેમના જૂથના ધારાસભ્યોએ બળવાના તેવર અપનાવ્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ જ તેમને મનાવ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા મધ્ય પ્રદેશમાં ૩૮૦ કિમીનું અંતર કાપીને ચાર ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. પાયલટ પાડોશી મધ્ય પ્રદેશમાં એવા સમયે યાત્રામાં જાેડાયા છે, જ્યારે યાત્રા રાજસ્થાન પહોંચતા પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની માગ ફરીથી જાેર પકડવા લાગી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીના સમર્થકોએ મુખ્યમંત્રી પદ માટે તેમના નામને લઈને પ્રેશર બનાવાનું શરુ કરી દીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/