fbpx
રાષ્ટ્રીય

તેલંગણામાં બે ટ્રાંસજેન્ડરો સરકારી હોસ્પિટલમાં બંને ડોક્ટર બની રચ્યો ઈતિહાસ

તેલંગણામાં બે ટ્રાંસજેંડર પ્રાચી રાઠોડ અને રુથ જાેન પોલે ઈતિહાસ રચતા રાજ્યમાં સરકારી સેવામાં જાેડાનાર પ્રથમ ટ્રાંસજેન્ડર ડોક્ટર બની ગયા છે. બંને ટ્રાંસજેન્ડર ડોક્ટર પ્રાચી રાઠો઼ડ અને રુથ જાેન પોલે હાલમાં જ સરકારી ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સામાજિક કલંક અને ભેદભાવને યાદ કરતા આ બંનેએ કહ્યું કે, તેમને નાનપણથી જ ઘણું બધું સહન કરવું પડ્યું છે અને ત્યાં સુધી પહોંચવું એટલું પણ સરળ નથી હોતું. હકીકતમાં જાેઈએ તો, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના સુપ્રીટેંડેંટ ડો. નાગેંદરે કહ્યું કે, ઉસ્માનિયા હોસ્પિટલમાં એક ટ્રાંસજેન્ડર ક્લિનિક ખોલવાનો પ્રસ્તાવ હતો, તેના માટે ૩ મેડિકલ ઓફિસરના પદ ખાલી હતી. આ પદ પર ૩૬ ડોક્ટર્સે અરજી કરી હતી. આ પદ માટે અમે ટ્રાંસજેન્ડર સમુદાય અને એચઆઈવીથી પ્રભાવિત મેડિકલ પ્રોફેશનલને પ્રાથમિકતા આપવા માગતા હતા.

આવી રીતે અમે ૩ ડોક્ટરની ભરતી કરી છે, જેમાં ૨ ટ્રાંસવુમન છે અને ૧ એચઆઈવી પ્રભાવિત ચિકિત્સા અધિકારી છે. ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસ તરીકે પદ સંભાળનાી ડો. પ્રાચી રાઠોડે કહ્યું કે, મને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. આ પહેલી વાર હશે, જ્યારે કોઈ ટ્રાંસજેન્ડરને કોઈ સરકારી હોસ્પિટલમાં કામ મળશે. એક ડોક્ટર તરીકે કોઈ પણ પ્રકારના લિંગભેદ વગર દર્દીની સારવાર કરવાનું ખૂબ જ સારુ લાગે છે. આપને જણાવી દઈએ કે, પ્રાચી રાઠોડ આદિલાબાદની એક મેડિકલ કોલેજમાંથી ૨૦૧૫માં એમબીબીએસ પુરુ કર્યું હતું. ડો. પ્રાચી રાઠોડનું કહેવું છે કે, તમામ ઉપલબ્ધિ છતાં આ કલંક અને ભેદભાવ ક્યારેય નહીં જાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/