ટ્રેન ડ્રાઈવરને માછલી ખાવાની એવી લાગી તલપ કે ગાડી રોકીને કરી ખરીદી, વીડિયો વાઈરલ
ટ્રેન એક ફાટક પાસે ઉભી છે. અને ફાટક બંધ છે. બંને બાજુ લોકો રાહ જાેઈ રહ્યા છે કે ક્યારે ટ્રેન આગળ વધે અને ફાટક ખુલે તો તેઓ પોતાના રસ્તે જાય. પરંતુ ટ્રેન તો ત્યારે આગળ વધેને જ્યારે તેનો ડ્રાઈવર તેમાં હોય. દુનિયામાં ખાવા પીવાના શોખીન લોકોની કોઈ કમી નથી. એવા લોકો હોય છે જે ખાવા માટે તો ક્યાંય પણ નિકળી જાય છે. કાંઈ પણ કરી શકે છે. અનેક લોકો ખાવાનું મન થાય તો અડધી રાતે ગાડી લઈને દૂર સુધી નિકળી પડે છે. દુનિયામાં એવી જગ્યાઓ છે જે પોતાની વાનગીઓ માટે મશહૂર છે. કોઈ બાઈક કે કાર પર નિકળે તો તે રસ્તામા એવી જગ્યાએ જરૂરથી રોકાય છે જ્યાંની વાનગી ફેમસ હોય. ખાવા માટે આવી જ દિવાનગીનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ મજા લઈ રહ્યા છે.
આ વીડિયોમાં એક ટ્રેન છે. જેનો ડ્રાઈવર રસ્તા વચ્ચે જ ટ્રેન રોકીને માછલી ખરીદવા ચાલ્યા જાય છે. ટ્રેનમાંથી ઉતરે છે. માછલી ખરીદે છે અને પછી દોડીને ટ્રેન આગળ ચલાવે છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, ટ્રેન એક ફાટક પાસે ઉભી છે. અને ફાટક બંધ છે. બંને બાજુ લોકો રાહ જાેઈ રહ્યા છે કે ક્યારે ટ્રેન આગળ વધે અને ફાટક ખુલે તો તેઓ પોતાના રસ્તે જાય. પરંતુ ટ્રેન તો ત્યારે આગળ વધેને જ્યારે તેનો ડ્રાઈવર તેમાં હોય. ડ્રાઈવર તો મસ્ત ટ્રેન મુકીને માછલી ખરીદવા જતો રહ્યો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી અને ટ્રેન આગળ વધી.
તમે આવો નજારો ભાગ્યે જ જાેયો હશે. જુઓ આ મજેદાર વીડિયો. આ અનોખા વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર ૐટ્ઠજહટ્ઠ ઢટ્ઠિર્ર્િૈ ૐટ્ઠૈ હૈ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘આ સાહેબ ગાડી ઉભી રાખીને માછલી ખરીદવા ગયા હતા. કઈ ગાડી છે એ પણ જુઓ.’ ૪૪ સેકંડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જાેયો છે. અને લાઈક પણ કર્યું છે. લોકો આ વીડિયો જાેઈને મજેદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ભૂખ્યો હશે બિચારો, તો એક અન્ય યૂઝરે લખ્યું છે કે, માછલી વસ્તુ જ એવી છે. જ્યારે એક યૂઝરે લખ્યું છે કે, લોકો ખોટી રીતે યૂપી બિહારનું નામ ખરાબ કરે છે.
Recent Comments