fbpx
રાષ્ટ્રીય

બોમ્બે હાઈકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેના પતિને આપ્યા જામીન

બેન્કના ભૂતપૂર્વ ઝ્રઈર્ં ચંદા કોચર અને તેના બિઝનેસમેન-પતિ દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેમની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી’. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશને સંભળાવતા કહ્યું કે, દંપતીની ધરપકડ ઝ્રઇઁઝ્રની કલમ ૪૧છના આદેશ અનુસાર નથી’. તે જ સમયે, હવે સીબીઆઈ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક જઈ શકે છે. હકીકતમાં, વર્ષ ૨૦૧૨માં વિડિયોકોન જૂથને બેંક દ્વારા લોનની છેતરપિંડી કરવાના મામલામાં સીબીઆઈએ ૨૪ ડિસેમ્બરે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચંદા કોચર અને દીપક કોચર પર આરોપ લગાવતા સીબીઆઈએ કહ્યું હતું કે બંને પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને સાથે જ તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. જે બાદ બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

દંપતીના વકીલ રોહન દક્ષિણીએ જણાવ્યું હતું કે ધરપકડ ગેરકાયદેસર હોવાના આધારે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કલમ ૪૧છ હેઠળ જારી કરાયેલી નોટિસના પાલનમાં ચંદા અને દીપક સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. આ હેઠળ, જાે કોઈ વ્યક્તિ રજૂ થાય છે, તો તેની ધરપકડ ત્યાં સુધી નથી કરી શકાતી કે જ્યાં સુધી તે પુરાવા સાથે છેડછાડ કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૨માં ૈંઝ્રૈંઝ્રૈં બેંકે વીડિયોકોન ગ્રુપને ૩,૨૫૦ કરોડની લોન આપી હતી. ચંદાના પતિ દીપક કોચરનો તેમાં ૫૦ ટકા હિસ્સો હતો. તે જ સમયે, લોન આપ્યા પછી, તે નોન-પરફોર્મિંગ એસેટ (દ્ગઁછ) બની ગઈ અને પછીથી તેને બેંક છેતરપિંડી જાહેર કરવામાં આવી. ચંદા કોચરના પતિ દીપક કોચરની સપ્ટેમ્બર ૨૦૨૦માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ચંદા કોચરે પતિ દીપકની કંપનીને ફાયદો કરાવ્યો હતો. તે જ સમયે, તેના ખુલાસા પછી, તેણે વર્ષ ૨૦૧૮માં બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/