fbpx
રાષ્ટ્રીય

હથિયાર ખરીદવાના મામલે ભારત નંબર વન છે તો, ટોપ ૫માં અન્ય કયા દેશો?..જાણો

વિશ્વભરના દેશોમાં હથિયારોની આયાતના મામલામાં ભારત પ્રથમ સ્થાને છે. સ્ટોકહોમ સ્થિત થિંક ટેન્ક ‘સિપરી’ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૩-૧૭ અને ૨૦૧૮-૨૨ વચ્ચે હથિયારોની આયાતમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે, તેમ છતાં ભારત પ્રથમ ક્રમે છે.

સ્ટોકહોમના થિંક ટેંક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલા બાદ મહિનાઓથી રશિયા સામે લડી રહેલું યુક્રેન અમેરિકા અને યુરોપથી સૈન્ય સહાય મળ્યા બાદ ૨૦૨૨માં સૌથી વધુ હથિયારોની આયાત કરનારા દેશોની યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. થિંક ટેન્ક ‘સિપરી’ સાથે સંકળાયેલા સંશોધક પીટર વેજેમેને જણાવ્યું હતું કે ગયા વર્ષે વિશ્વભરના દેશોમાં હથિયારોની આયાતમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે યુરોપિયન દેશોએ રશિયા સાથે વધતા તણાવને કારણે શસ્ત્રોની ઉગ્ર ખરીદી કરી હતી.

‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ એ જણાવ્યું કે વર્ષ ૨૦૧૮-૨૨ દરમિયાન ભારત, સાઉદી અરેબિયા, કતાર, ઑસ્ટ્રેલિયા અને ચીનના નામ વિશ્વના ૫ સૌથી મોટા શસ્ત્ર આયાત કરનારા દેશોમાં સામેલ છે. તે જ સમયે, સૌથી વધુ હથિયાર વેચનારા દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન અને જર્મનીનું નામ સામેલ છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૮-૨૨ દરમિયાન પાકિસ્તાને હથિયારોની આયાતમાં ૧૪ ટકાનો વધારો કર્યો છે. પાકિસ્તાન વિશ્વનો ૮મો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે. પાકિસ્તાને મોટા ભાગના હથિયાર ચીનમાંથી આયાત કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/