fbpx
રાષ્ટ્રીય

૨૦ મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે

પક્ષી જગતમાં નાનકડું સુંદર પક્ષી એટલે ચકલી. વહેલી સવારે ચકલીનો મધુર અવાજ આબાલવૃદ્ધ સૌને ગમતો હોય છે . આજે ૨૦ મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે ૨૦ માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ ‘ ની ઉજવણી કરવામાં આવે છે. ઘરની ચકલી લુપ્ત થવાના આરે છે. પ્રથમ ચકલી દિવસ બે હજાર દસ માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ચકલી દિવસ નિમિતે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ચકલીના માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. આવો આજે ચકલીને જાણીએ… 

ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે.

આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અલ્પ પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે.તેવું રોબર્ટ ટુ પોઇટ જીરો ફિલ્મમાં જોઈ ચૂકયા છીએ . આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહ્યાં છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની શોધમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષિત યુવાનો માટે આ કામ ખૂબ અગત્યનું છે .દરેક ખેડૂતના ખેતરે ખેતરની વાડમાં નકામા બુટ ઉંધા બાંધી દેવામાં આવે તો ચકલી તેની અંદર માળો બનાવી શકે છે. આ ઉપરાંત નકામા બુટ ચપ્પલ ના ખોખા, નાની માટલીઓ, નવરાત્રિના ગરબા પણ વાડીએ – ખેતરે કે આંગણામાં ચકલીના માળા માટે વાપરી શકાય છે.નાના બાળકો ને ચકી લાવી ચોખાનો દાણો… અને ચકો લાવ્યો મગનો દાણો…. એ વાર્તા સંભળાવી ધીમે ધીમે લુપ્ત થતી ચકલીઓ બચાવી શકાય

આજે વિશ્વ ચકલી દિવસે આપણે પણ આ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા એક નાનો પ્રયાસ કરીયે અને આપણાં ઘરની આસપાસ માળો બનાવી, ચકલીઓને અનુકૂળ વાતાવરણ મળે તેવા પ્રયાસ કરીયે. તેમને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા અને ખાવા માટે દાણાની વ્યવસ્થા કરીયે અને આ દિવસની ઉજવણી કરીયે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/