fbpx
રાષ્ટ્રીય

આવતા વર્ષથી નવા પાઠ્‌યપુસ્તકોથી કરાવાશે અભ્યાસ, જાણો કેમ લેવાયો ર્નિણય?

દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર ૨૦૨૪-૨૫થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને ૧૨માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય ૨૦૨૪-૨૫ સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (દ્ગઝ્રહ્લ) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે. આ પુસ્તકોને પ્રાંતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ તેમને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ ભણાવી શકાશે. અધિકારીઓના જણાવ્યાં મુજબ નવા પુસ્તકો વિદ્યાર્થીઓની ક્ષમતાના આધારે હશે.

તેમાં વધુમાં વધુ એક્ટિવિટી પર ભાર મૂકાશે. એક ટોપ અધિકારીએ જણાવ્યું કે અમે આ પુસ્તકોને તૈયાર કરનારા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (દ્ગઝ્રઈઇ્‌) ને કહ્યું છે કે તેઓ ક્ષમતા આધારિત એપ્રોચ અપનાવે જેથી કરીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ વિચારે અને શીખેલા કોન્સેપ્ટનો ઉપયોગ કરે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ગત વર્ષ ૨૦ ઓક્ટોબરના રોજ ફાઉન્ડેશનલ સ્ટેજ (૩-૮ વર્ષ) માટે દ્ગઝ્રહ્લ લોન્ચ કરાયું હતું. દ્ગઝ્રહ્લ નવી નેશનલ એજ્યુકેશન પોલીસી (દ્ગઈઁ) મુજબ લાવવામાં આવ્યું છે. જેમાં ૩થી ૮ વર્ષની ઉંમરના બાળકો માટે રમકડાં આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. મિડલ અને સેકન્ડરી લેવલ (૧૨માં ધોરણ માટે) માટે દ્ગઝ્રહ્લ ને હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ વાતની શક્યતા છે કે તેને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. નેશનલ સ્ટીરિંગ કમિટીનું નેતૃત્વ કસ્તૂરીરંગને કર્યું. તેઓ સમગ્ર દ્ગઝ્રહ્લ તૈયાર કરી રહ્યા છે.

તેમણે સોમવારે પહેલા અને બીજા ધોરણ માટે તૈયાર કરાયેલા લર્નિંગ મટિરિયલનું મુલ્યાંકન કરવા માટે મુલાકાત લીધી. અધિકારીઓએ જણાવ્યું કે પહેલા અને બીજા ધોરણ માટે પુસ્તકો લગભગ તૈયાર છે. જેને આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. તેમણે કહ્યું કે તમામ નવા પુસ્તકોને (દરેક લેવલ પર) આઠમી અનુસૂચિ હેઠળ પ્રાંતિય ભાષાઓમાં પણ પબ્લિશ કરાશે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફાઉન્ડેશનલ લેવલ પર બાળકો માટે તે વધુ જરૂરી બનતું હોય છે. તેનો ઉલ્લેખ દ્ગઈઁ માં પણ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/