RTE અંતર્ગત પ્રવેશ મેળવવા જાણો કઈ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળી રહે તે માટે ઇ્ઈ (ઇૈખ્તરં ્ર્ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ) હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ખાનગી સ્કૂલ માટે પ્રથમ વર્ષના ૨૫ ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. જે અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે. આગામી ૧૦ એપ્રિલથી ૨૨ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. જાેકે આ સાથે નવી શિક્ષા નીતિ અનુસાર ૧ જૂન ૨૦૨૩ સુધીમા ૬ વર્ષ બાળકે પૂર્ણ કરેલા હશે તેવા બાળકને જ પ્રવેશ મળશે. રાજ્ય ભરમાં અંદાજે ૭૦ હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે ઇ્ઈ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. જે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે.
ગરીબ વર્ગના પરિવારોના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ વખતે ઇ્ઈ હેઠળ પ્રવેશ મેળવવામાં વાલીઓનો ધસારો વધારે રહે તેવી શક્યતા છે. કારણ કે ઇ્ઈ એડમિશનની પ્રક્રિયા જાહેર થાય તે અગાઉ ઘણી સોસાયટીઓમાં વાલીઓની બેઠક પણ યોજવામાં આવી હતી. જાણો પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે રહેશે?.. તે જાણો.. ઇ્ઈ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે આગામી ૧૦ એપ્રિલથી ઇ્ઈ અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થશે ૨૨ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે અરજી સાથે જાેડવાના ડોક્યુમેન્ટની વિગત વેબસાઈટ પર મૂકવામાં આવી ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશેઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ૧ લાખ ૨૦ હજાર જ્યારે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ૧લાખ ૫૦ હજાર નક્કી કરવામાં આવીમહત્વનું છે કે ઇ્ઈ અંતર્ગત પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમારું ફોર્મ રદ્દ ના થાય તે માટે કેટલીક જરુરી વિગતો અહીં આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજાે અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજાેની વિગત ધ્યાનપૂર્વક વાંચશો.
અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજાે ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે. તથા, રહેઠાણનો પુરાવો જાે બે પેજમાં હોય તો બન્ને પેજ ઁડ્ઢહ્લ સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને ઁડ્ઢહ્લ સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજાેગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.
Recent Comments