fbpx
રાષ્ટ્રીય

ફ્લાઈટમાં વીંછીએ મહિલાને ડંખ માર્યો, એરપોર્ટ પર એલર્ટ રહેવાની અપાઈ સૂચના

પ્લેનમાં સાંપ, કોંકરોચ, ઊંદર ત્યાં સુધી કે પક્ષી પણ જાેવા મળ્યા છે, પણ ભાગ્યે જ બન્યું હશે કે, પ્લેનમાં વીંછીએ ડંખ માર્યો હોય. આ કિસ્સો આપણા જ દેશનો છે. નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં જ્યારે પ્લેન રસ્તામાં હતું, ત્યારે એક મહિલાને વીંછીએ ડંખ માર્યો. પ્લેન એરપોર્ટ પર પહોંચ્યા બાદ તુરંત મહિલાને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે. થોડા સમય બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી અને તે ખતરામાંથી બહાર છે. આ ઘટના ૨૩ એપ્રિલ ૨૦૨૩ની છે. એર ઈંડિયાની નાગપુર-મુંબઈ ફ્લાઈટ આકાશમાં હતી, જ્યારે મુંબઈ એરપોર્ટને સૂચના આપવામાં આવી હતી કે એક ડોક્ટર સાથે તૈયાર રહે. સૂત્રોએ જણાવ્યું છે કે, મેસેજમાં કહેવાયું હતું કે, એક મહિલા યાત્રીને તાત્કાલિક સારવારની જરુર પડી શકે છે.

તેથી મહિલાને પ્લેનથી બહાર નીકળતા જ મેડીકલ ટીમે તેની સારવાર શરુ કરી દીધી. તેને હોસ્પિટલે લઈ જવામાં આવી અને થોડી વારમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. એર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઘટના બાદ અમારી ટીમે પ્રોટોકોલનું પાલન કર્યું અને એરક્રાફ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરી. એર ઈંડિયાએ જણાવ્યું કે, કીડા મારવાની દવા જ્યારે છાંટવામાં આવી ત્યારે વીંછી પકડાયો હતો. એર ઈન્ડિયા તેના માટે ખેદ વ્યક્ત કર્યો છે. આ અગાઉ એક નાની જીવિત ચકલી ગલ્ફ ઈંડિયા ફ્લાઈટના કોકપિટમાં ગત વર્ષે જૂલાઈમાં દેખાઈ હતી. ગત ડિસેમ્બરમાં એક ભારતીય કેરિયરની ફ્લાઈટ કાર્ગોમાં સાંપ મળ્યો હતો. પ્લેન કાલીકટથી દુબઈના રસ્તા પર હતો. ઊંદર તો કેટલીયવાર પ્લેનમાં જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/