RBI ની રુપિયાની નોટોના બંડલ ભરેલા ટ્રકનું એન્જીન હાઈવે પર ખરાબ થયું
તમિલનાડૂના ચેન્નાઈમાં ૫૩૫ કરોડ રૂપિયાની રોકડ રકમ લઈ જઈ રહેલો ટ્રક રસ્તામાં ખરાબ થઈ ગયો. આ મામલાની સૂચના ક્રોમપેટ પોલીસને બુધવારે મળી તો તુરંત પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ પાસે જે કોલ આવ્યો, તેમાં દાવો કર્યો હતો કે, ૫૩૫ કરોડ રૂપિયાની રોકડ લઈ જઈ રહેલા એક વાહન વિલ્લુપુરમ તરફ જતાં રસ્તા પર ખરાબ થઈ ગયો છે. તેના માટે પોલીસ સુરક્ષાની જરુર છે. આ ઘટનાની જાણ થતાં ક્રોમપેટ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી. પોલીસે જાેયું તો, ઘટનાસ્થળ પર એક ટ્રક પડ્યો હતો. આ દરમ્યાન પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી અને વાહનમાં બેઠેલા લોકો પાસેથી જાણકારી લીધી. ટ્રકની આજૂબાજૂમાં પોલીસ પહોંચી તો, લોકો પણ વાતો કરવા લાગ્યા. રસ્તા પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ઘટના પર તાંબરમના સહાયક આયુક્ત શ્રીનિવાસન પણ પોલીસ ટીમ સાથે આવી પહોંચ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, બે ટ્રક ચેન્નાઈથી ભારતીય રિઝર્વ બેન્કની રોકડ લઈને જઈ રહ્યા હતા. આ દરમ્યાન રસ્તામાં એક ટ્રકનું એન્જીન ખરાબ થઈ ગયું. તેના વિશે જાણ થતાં આજૂબાજૂના લોકો જમા થવા લાગ્યા હતા. આ દરમ્યાન રોડ પર ટ્રાફિક હળવો હતો. કહેવાય છે કે, ટ્રકમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જે બાદ તપાસ કરી તો જાણ થઈ કે, એન્જીન ખરાબ થઈ ગયું છે. બંને ટ્રકની આજૂબાજૂમાં ખૂબ ભીડ જમા થતાં પોલીસ તરત બંને ટ્રકને નજીકની એક સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ. આ દરમ્યાન ટ્રકના એન્જીન ઠીક કરવા માટે મિકેનિક બોલાવ્યા, પણ ટ્રકને રિપેર કરી શક્યા નહીં. અંતે બંને વાહનને બીજા વાહનથી ખેંચીને પાછા આરબીઆઈ મોકલવાનો ર્નિણય લેવામાં આવ્યો.
Recent Comments