કોંગોના લિસ્લેમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, ૧૭ લોકોના મોત

મુશળધાર વરસાદ કોંગોમાં વિનાશ સર્જી રહ્યો છે. તેના કારણે થયેલા ભૂસ્ખલનમાં ૧૭ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર અધિકારીઓએ રવિવારે કહ્યું કે ભૂસ્ખલનમાં ઘણા ઘરો ધ્વસ્ત થઈ ગયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ભૂસ્ખલન કોંગો નદીના કિનારે મોંગલા પ્રાંતના લિસ્લે શહેરમાં થયું છે.
પીડિતો પર્વતની તળેટીમાં બનેલા મકાનોમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. વરસાદે અનેક મકાનો ધરાશાયી કર્યા છે. કાટમાળ નીચે દબાઈને લોકોના મોત થયા છે. મોંગલાના ગવર્નરે કહ્યું કે કાટમાળ હટાવવા અને લોકોને બચાવવા માટે મશીનરીની સખત જરૂર છે. આ સિવાય રાજ્યપાલે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સમગ્ર પ્રાંતમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ એપ્રિલમાં કોંગોમાં ભૂસ્ખલન થયું હતું.
આ દરમિયાન ૨૧ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગુમ પણ થયા હતા. આ ભૂસ્ખલન બોલોવા ગામના નદી વિસ્તાર પાસે થયો હતો. આ અકસ્માતમાં ૮ મહિલાઓ અને ૧૩ બાળકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૨માં મસીસી વિસ્તારના બિહામ્બવે ગામમાં ભૂસ્ખલનને કારણે લગભગ ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
Recent Comments