પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગેરકાયદેસર સસ્તા ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહીસસ્તા ઈરાની ઈંધણનો સપ્લાય રોકવા પાકિસ્તાન-બલૂચિસ્તાનમાં ૫૦૦ પેટ્રોલપંપો બંધ
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરકારે ૫૦૦ પેટ્રોલ પંપ (ઁીંિર્ઙ્મ ઁેદ્બॅ) બંધ કરી દીધા છે. જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્તા ઈરાની ઈંધણનો સપ્લાય કરતા હતા. સરકારના આ ર્નિણયને કારણે નબળી અર્થવ્યવસ્થા અને ઊંચી મોંઘવારી વચ્ચે રોકડની તંગીને કારણે સ્થાનિક રિફાઈનરીને પણ અસર થઈ રહી છે. ઈરાનના તેલની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે, આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા.
દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની કાર્યકરી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૩૦ રૂપિયા પ્રતિ લિટરથી વધુ થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) દ્વારા ભાવવધારાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૈંસ્હ્લએ આ વર્ષે ૩ બિલિયન યુએસ ડોલરના સપોર્ટ પેકેજ સાથે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને બચાવી હતી. દેશમાં ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણનું વેચાણ થવા લાગ્યું હતું, જેની કિંમત ૨૨૦-૨૩૦ રૂપિયા પ્રતિ લિટર છે.
દાણચોરો કન્ટેનરમાં ઈરાની ઈંધણ ભરીને ઈરાનથી બલૂચિસ્તાન થઈને સરહદ પાર લાવે છે. જ્યાંથી તેઓ કરાચી અને અન્ય દક્ષિણ સિંધ પ્રાંતમાં મોકલે છે. રિફાઈનરી ઉદ્યોગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની ઉત્પાદનોના કારણે સ્થાનિક રિફાઈનરીઓના વેચાણને અસર થઈ રહી છે. અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાકિસ્તાન સરકારે ૨૦૧૩થી ઈરાની ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. અચકઝાઈએ કહ્યું કે બલૂચિસ્તાનમાં ઈરાની ઈંધણનું વેચાણ કરતા ખાનગી ડીલરોએ ક્વેટાના એક મકાનમાં લગભગ ૧૦ લાખ ડોલર છુપાવ્યા હતા, જેને અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ઈરાની ઈંધણની દાણચોરી અને યુએસ ડોલરના દરમાં વધારાને કારણે પાકિસ્તાનની કેટલીક રિફાઈનરીઓ બંધ કરવી પડશે. તેમણે કહ્યું કે આ દાણચોરીને રોકવા માટે તેઓ સિંધ સરકારના સતત સંપર્કમાં છે.
Recent Comments