—
અમરેલી, તા.૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી જિલ્લામાં બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૦૧.૦૯.૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવી.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવામાં સહાય, કેળામાં ટીસ્યુ-ફળપાક ઉત્પાદકતા વધારવામાં સહાય, ટીસ્યુ કલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટિંગ મટિરિયલ્સમાં સહાય, આંબા તથા જામફળ પાકમાં ઉત્પાદકતા વધારવા, આંબા તથા લીંબુ-ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, કમલમ ફળના વાવેતર માટે સહાય, ક્રોપ કવરમાં સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, ઔષધિય પાકો, નાની નર્સરી, પ્રિ-કુલિંગ યુનિટ, મોબાઇલ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ રુમ, મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ, રાજ્યમાં જૂથ-ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને કોલ્ડરુમમાં સોલાર માટેની યોજના અંગેનો કાર્યક્રમ જેવા વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૦૨ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવી. http://ikhedut.gujarat.gov.in પર નોંધણી થયા બાદ અરજી કરી શકાશે.
આ ઉપરાંત અરજીમાં જણાવ્યા મુજબના જરુરી દસ્તાવેજ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ મેળવી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવી, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે સહી કરી જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે રજૂ કરવી.


















Recent Comments