fbpx
સૌરાષ્ટ - કચ્છ

વંથલી તાલુકા ખોરસા ગામે ડેમ પાસેથી જુગાર રમતા ૪ ઇસમોને પકડી પાડતી પોલીસ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના મુજબ
વધતા જતા દારુ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે
અંતર્ગત રેન્જ સાયબર ક્રાઇમ પો.સ્ટેના ઇચા.પો.ઇન્સ.કે.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં
હતા. તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે વંથલી તાલુકાના ખોરાસા ગામે ડેમ વિસ્તારમા
વિક્રમભાઇ પુનાભાઇની વાડીએ જાહેરમાં રોન પોલીસ નામનો હાર-જીત નો જુગાર રમી રમાડે છે તેવી
હકિકત મળતા તુર્તજ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) વિક્રમભાઇ પુનાભાઇ ચાવડા રહે.ખોરાસા
(૨) સંજય પ્રવિણભાઇ ઝગડા રહે.મેંદરડા (૩) સંજયભાઇ રમેશભાઇ સારદીયા રહે. પાદરીયા (૪)
સરફરાજ ઇકબાલ કુરેશી રહે.મેંદરડા એમ કુલ ચાર ઇસમો પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી
કુલ રૂ.૨૭૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૭૫૦૦/- તથા મો.સા. નંગ.૨ જેની કિ.રુ.૪૦૦૦૦
મળી કુલ રૂ.૮૪૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ વંથલી
પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૦૩૦૬૮૨૦૦૪૧૨/૨૦૨૦ જુ.ધા.ક. ૧૨ મુજબ ગુન્હો રજી. કરી
કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ ઉપરોકત કામગીરીમાં રેન્જ સાયબર ક્રાઇમ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ.મોરી,
પો.હેડ.કોન્સ ગીરુભા વાઘેલા, પો.કોન્સ.,રમેશભાઇ શિંગરખીયા તથા મયુરભાઇ અગ્રાવત,સાગરસિંહ
પરમાર તથા ગીગાભાઇ કાગડા સાથે રહી કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts