fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામજાેધપુરના વરવાળાની સગીરા પર ૬ માસમાં બે વખત દુષ્કર્મ, પિતાએ કર્યો આપઘાત

જામજાેધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના એક શખસે ધમકી આપીને દુષ્કર્મ આચરતાં છ માસમાં બે વખત દુષ્કર્મથી પીડાયેલી સગીરાની કથની તેના પિતાને ખબર પડતાં તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં આખો બનાવ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ, સગીરાએ પિતાના મોત બાદ હિંમત દાખવીને દુષ્કર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં આખી ઘટના બહાર આવતાં પોલીસબેડા સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.
જામનગરમાં ગેંગરેપની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, સગીરા સાથે થયેલા ગેંગરેપથી જામનગર જિલ્લાના લોકોમાં ભારે રોષ ફેલાયો છે, તેની વચ્ચે આજે જામજાેધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર દુષ્કર્મ અને એને પગલે તેના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Follow Me:

Related Posts