fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં મિત્રોની નજર સામે જ ધોરણ-૧૨ સાયન્સના બે વિદ્યાર્થી તળાવમાં ડૂબ્યા

ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદ કિશોરના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંનેના પરિવાર પર જાણે કે આભ જ ફાટી પડ્યું છે. બંને કિશોરના મોતના સમાચાર મળતા જ ગામમાં આક્રંદ વ્યાપી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે હિમાંશુ રાજેશ રૈયાણી અને કેવિન શાંતિલાલ ગોંડલીયા નામના બંને કિશોર પોતાના મિત્રો સાથે ચુડા નજીક આવેલા સાકરોલી ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા.
બધા મિત્રો ચેકડેમમાં ન્હાતા હતા ત્યાં અચાનક હિમાંશુ અને કેવિન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમો વચ્ચે બીજા મિત્રોએ હિમાંશુ અને કેવિનને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ચેકડેમમાં પાણી ખૂબ ઊંડુ હોવાથી પોતાના મિત્રોની નજર સામે જ હિંમાશું અને કેવિન પાણીમાં ગરક થઈ ગયા હતા. અનેક મિત્રો હાજર હોવા છતાં પાણી ઉંડુ હોવાથો કોઈ બંનેની મદદ કરી શક્્યું ન હતું. આ દરમિયાન બચાવો બચાવોની બૂમો સાંભળી બાદમાં અન્ય લોકો પણદોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.
બાદમાં હિમાંશુ અને કેવિનના અન્ય મિત્રો ગામમાં દોડી ગયા હતા અને બંનેના પરિવારજનોને જાણ કરી હતી.

Follow Me:

Related Posts