fbpx
સૌરાષ્ટ - કચ્છ

મર્ડર જેવા ગુનામાં જામીન પર છુટી ફરી ગુનો કરવાની ફિરાકમાં રહેલ એક ઇસમને જૂનાગઢ ઝાંઝરડાચોકડી રવની રોડ પરથી દેશી હાથ બનાવટની ૧ પિસ્ટલ સાથે દબોચી લઇ ગંભીર ગુન્હો બનતો અટકાવતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસરહથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અનેગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથાપો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ બાતમી હકીકત આધારે ઝાંઝરડા ચોકડી રવની રોડ પરથી એક ઇસમને હથીયાર સાથે કોઇ શરીર સબંધી કોઇ ગંભીર ગુન્હો કરે તે પહેલા ચોક્ક્સ બાતમી આધારે એક ઇસમને દેશી હાથ બનાવટનીપિસ્ટલ નંગ-૧ સાથે પકડીપાડી હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસસ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે તથા આ ગુનાની તપાસ જે.એમ.વાળા પો.સબ ઇન્સ.એસ.ઓ.જી.નાઓ કરી રહ્યા છે.

આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) જાદવભાઇ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણ ઉવ. રહે.કોયલી તા. વંથલી જી.જૂનાગઢ

આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત
દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-1 કિ.રૂ. 15,000/-

પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા:-
(૨) કમલેશ પ્રતાપભાઇ ચંદરાણી રહે. આર્શીવાદ, નવી કલેકટર ઓફીસ સામે, જૂનાગઢ
(૩) ફિરોઝ હાલા ઉર્ફે લાલો રહે.ચોબારી જી.જૂનાગઢ

આરોપી નં,૧ અગાઉ મર્ડર-01, ખુનની કોશીસ-01, તથા પ્રોહીબીશના – 04 મળી કુલ- 06 ગુનાઓમાં સંડોવાયેલાનું છે.

આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક ઇસમ એક પીસ્ટલ મળી કુલ કિ.રૂ. 15,000/- નો મુદામાલ સાથે ધરપકડ કરી
કાર્યવાહી કરવામાં આવેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.હેડ.કોન્સ. એમ.વી.કુવાડીયા, સામતભાઇ બારીયા તથા પો.કોન્સ. મજીદખાન હુશેનખાન, અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, રવિભાઇ ખેર, ભરતસિંહ સિંઘવ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, પરેશભાઇ ચાવડા, રવીરાજ વાળા, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

Follow Me:

Related Posts