fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવાયા

રાજકોટ જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ બેઠક બિનહરીફ થયા બાદ ચૂંટણી અધિકારીએ ડેરીના ચેરમેનની ચૂંટણી જાહેર કરી છે. રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઈ છે. ૧૨ ઓક્ટોબરે (આજે) સવારે ૧૧ કલાકે ડેરીના ચેરમેનની ચૂંટણી રખાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાના બદલે ડેરીનું સુકાન જેતપુરના ગોરધનભાઇ ધામેલિયાને સોંપવામાં આવ્યું છે, આ સાથે જ હવે રાજકોટ ડેરીના નવા ચેરમેન ગોરધન ધામેલિયા છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ સહકારી ક્ષેત્રના પીઠ આગેવાનોએ નવા ચેરમેન બનાવવા અંગેનો ર્નિણય લીધો છે.
રાજકોટ ડેરીના નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે અમે પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરીશું. કિસાન સંઘને સાથે રાખી આગામી સમયમાં પણ ચાલીશું. જયેશ રાદડિયા સાથેની બેઠકમાં રાજકોટ ડેરીના નવા ચેરમેન તરીકેનો ર્નિણય લેવાયો હતો.
રાજ્યના કેબિનેટ મંત્રી જયશ રાદડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક બોલાવી સર્વાનુમતે રાજકોટ ડેરીના નવા ચેરમેનના નામની જાહેરાત કરાઈ છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો અને ડેરીનો વિકાસ ધ્યાને લઇ ર્નિણય લેવાયો છે. રાજકોટ ડેરી સાથે ૯૧૨ દૂધ મંડળીઓ જાેડાયેલી છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ડેરી હોય તો તે રાજકોટ ડેરી છે. આ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ.૭૫૦ કરોડને આંબે છે. ત્યારબાદ કિસાન સંઘના આરોપો વિશે રાદડિયાએ જણાવ્યું હતું કે, તમામ આરોપ રાજકીય છે. કિસાન સંઘના આરોપ ચૂંટણીલક્ષી હતા

Follow Me:

Related Posts