fbpx
સૌરાષ્ટ - કચ્છ

સતાધાર મહંત વિજયબાપુએ પોતાના જન્મ દિવસ નીમીત્તે રુપિયા એક લાખ રોકડા અને એક ટેમ્પો અન્ન-ખાધ સામગ્ર સાવરકુંડલાના માનવ મંદિર પાગલ આશ્રમમાં મોકલી અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્ય.

સામાન્ય માણસ પોતાના પ્રસંગો પોતાની રીતે ઉજવતા હોય છે, જેમ કે જન્મ દિવસ હોય તો કેક કાપી મીત્રો અને પરિવાર સાથે હોટેલમાં જમવા જવુ, લગ્ન હોય તો લખખુટ ખર્ચ કરી સમાજને બતાવી દેવુ કે જોઈલો ભપકો પરંતુ સમાજની સાથે અને સમાજની વચ્ચે રહેતા સંતો, સાધુઓ અને ખાસ કરીને સનાતન ધર્મની જગ્યાના સાધુ સંતો પોતાનો જન્મ દિવસ કેવી રીતે ઉજવે એ જાણવુ ખુબ રસપ્રદ રહે.
આજે સવારે અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરથી સાત કિલોમીટર દુર હાથસણી ડેમ નજીક આવેલા માનવ મંદિરના દરવાજે એક ટ્રક આવીને ઉભો રહ્યો. સાથે બે સેવકો હતા. હાથમાં રુપિયા એક લાખ રોકડની થેલી હતી. કશુ જ કહ્યા વગર માનવ મંદિરના સંત ભક્તીરામબાપુને રકમ આપી સામાન ઉતારી ચાલતા થયા. બાપુએ પુછ્યુ કે ભાઈ કોણ છો અને ક્યાંથી આ સામાન આવ્યો છે તો કંઈ કહ્યા વગર ચાલતા થયા. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યુ કે ગઈ કાલે સતાધારના સંત વિજયબાપુનો ગઈ કાલે જન્મ દિવસ હતો. કોરોનાના કારણે ભક્તો કે શિષ્યો કે ચાહવાવાળા સૌ કોઈને વિજયબાપુએ અગાઉથી જ કહ્યુ હતુ કે કોઈ પણ પ્રકારની ઉજવણી કે પુજા આર્ચના કરવાની નથી. મારો જન્મ દિવસ હુ મારી રીતે ઉજવી લઈશ. માનવ મંદિરમાં બાપુએ જે વસ્તુઓ મોકલી તેનુ લીસ્ટ-
5 તેલના ડબ્બા, 3 કટા જીણો લોટો, 3 કિલો જાડો લોટ, 5 કિલો ધાણા, 5 કિલો જીરુ, 3 કટા ખાંડ, 2 ગુણી મગફળી, 10 કટા ઘંઉનો લોટ, 3 કટા બાજરાનો લોટ, 2 ડબ્બા ગોળ, 10 કિલો હળદર, 10 કિલો મરચુ, 10  થેલી નમક, 5 કટા ચોખા, બટેટાની ગુણો, ચણાની ગુણો વગેરે.
 આ ઉપરાતં રોકડા એક લાખ રુપિયા પણ માનવ મંદિર આશ્રમમાં મોકલ્યા.
હવે માનવ મંદિર આશ્રમ અને સતાધાર શું છે, જે દર્શકો નવી પેઢીના છે તેમને ખ્યાલ નહી હોય કે સૌરાષ્ટ્રમાં ગીરની જંગલની વચ્ચે અતી પૌરાણીક ધાર્મીક જગ્યા  આવેલી છે જેનુ નામ છે સતાધાર. અહિયા અંદાજે ત્રણસો વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે. અહિયા ભુખ્યાને રોટલો, રહેવાની સગવડ, ગરીબ દિકરીઓને લગ્ન વગેરે અનેક પ્રવૃતીઓ અવિરત ચાલ્યા કરે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે દેને કો ટુકડો ભલો,લેને કો હરિનામ. હાલ સતાધારના ગાદીપતી તરીકે એક સમયે ખુબ જ તેજસ્વી અભ્યાસની કારકીર્દી ધરાવનાર વિજયબાપુ છે. વિજયબાપુએ લોકડાઉન દરમિયાન એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રની નાની મોટી ધાર્મીક જગ્યાઓમાં અંદાજે બે હજાર ટન જેટલો અન્ન પુરવઠો પહોંચાડ્યો હતો. કારણ કે લોકડાઉન અને કોરોનાના કારણે ધાર્મીક જગ્યાએ પણ નીભાવ માટે મુશ્કેલી ભોગવી રહી છે. વિજયબાપુએ પોતાનો જન્મ દિવસને અનોખી રીતે ઉજવતા સાવરકુંડલાના માનવ મંદિરમાં આટલી સહાય મોકલી આ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવયો, હવે વાત કરીએ માનવ મંદિર શું છે..
સાવરકુંડલાથૅી હાથસણી ડેમ તરફ જતા ઉંચા ટેકરા પર એક રમણીય આશ્રમ નજરે ચડે છે. બહારથી કોઈ હીલ સ્ટેશનની ફાઈવ સ્ટાર હોટેલ જેવો દેખાવ ધરાવતી આ  જગ્યામાં પ્રવેશો તો તમે ચોંકી ઉઠો કે એક સાથે સેંકડો મનોરોગી, માનસિક અસ્થીર મહિલાઓ કે જે સાવ નીરાધાર છે, જેમનુ આ દૂનિયામાં કોઈ નથી તેવી રસ્તે રઝળતી, અસામાજીક તત્વો જેનો શિકાર કરવાની પેરવીમાં બેઠા હોય એવી રેલ્વે સ્ટેશને રખડતી, રઝળતી મહીલાઓ અહિયા સુઘડ, સ્વચ્છ અને ખુબ સેફટીમાં રહેતી જોવા મળે. ભક્તીરામ બાપુએ કુલ ચારસો જેટલી કથાઓ કરી. વ્યાસપીઠ પરથી કોઈકનુ ભલુ કરો એવા સંદેશા આપતા  હતા. દેશના એક પ્રસિધ્ધ કથાકારના સાવ નજીકના સગા થતા આ ભક્તીરામ બાપુને અચાનક ચાનક ચડી કે આ વ્યાસપીઠ પરથી નકરુ સેવા, સેવાની વાતો કરવી અને સેવા કરી એ બેય જુદી વાત છે. હવે વોતો નથી કરવી પણ સેવા કરવી છે. બે હજારને બારના જાન્યુઆરીમાં પોતાના સેવકો, સાવરકુંડલામાં રહેતા ઈલોક્ટ્રોનિક મિડિયાના પત્રકારો અને સ્વજનોને બોલાવી જાહેરાત કરી કે હવે હુ કથા કરવાનુ બંધ કરી રસ્તે રઝળતી, જેનુ કોઈ નથી એવી ગાંડી એટલે કે પાગલ મહિલાઓની સેવા કરવા માંગુ છુ. સૌ સ્તબ થઈ ગયા કે આટલી મોટી સંખ્યામાં કથાઓ ચાલે છે, શિષ્યોનો પાર નથીને આ ક્યાં ચાલુ કરવુ છે, પણ બાપુ મક્કમ રહ્યાં. પોતાની પત્નીના ધરેલા, બીજી ધરની વસ્તુઓ વેચી જમીન ખરીદી. સૌ પ્રથમ એક હંગામી શેડ બનાવી સાવ નિરાધાર, ધારી, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, ગોંડલ વગેરે જગ્યાએ ફરી રસ્તા રખડતી,, કપડા પહેરવાની પણ હોંશ નો હોય એવી પાગલ સ્ત્રીઓને લઈ આવી આશ્રમાં સેવા ચાલુ કરી. સારા કાર્યમાં સાથ આપવા વાળા ઢગલો મળે, બાપુના સેવકોએ પોતાનુ તન, મન ધન આપી આશ્રમને અદભુત આશ્રમનુ સ્વરુપ આપ્યુ. પાગલોની સારવાર ચાલુ કરી. ડોક્ટરો ફ્રિમાં સેવા આપવા આવવા લાગ્યા. જામનગરથી સેવકોએ મફતમાં દવા મોકલી. આજે કુલ 83 જેટલી મહિલાઓ અહિયાથી સ્વસ્થ થઈ ફરી પોતાના સંસાદમાં પાછી ફરી છે. અનેક દિકરીઓને બાપુએ પીતા બની લગ્ન કરાવ્યા છે.અહિયા એલઆઈસીની અધિકારીઓ, ચાર મહિલા ડોક્ટર કે જે એમડી અને એમબીબીએસ થયેલી, કેટલીક મહિલા વકિલ વગેરે સંપુર્ણ માનસિક અસ્થીર હાલતમાં અહિયા આવેલી, જ્યારે અહિયા આવેલા ત્યારે તેમણે કપડા કે બીજી પણ કોઈ ભાન ન હતી. પરંતુ બાપુની સારવાર અને અસ્તીત્વના આશિર્વાદથી આ તમામ મહિલાઓ ફરી સ્વસ્થ થઈ પોતાના ધરે  પરત ફરી છે. હાલ આ સંસ્થામાં 54 અસ્થીર મહીલાઓ અને એક નવજાત દિકરી સાથે રહેતી  પાગલ મહીલા રહે છે. રોજના જમણવારથી લઈ તેમની દવાઓ, આશ્રમનો નિભાવ ખર્ચ વગેરે ખુબ મોટી રકમની જરુર પડે છે પરંતુ ઉપરવાળો ક્યારે ખુટવા દેતો નથી. વિજયબાપુએ પોતાના જન્મ દિવસે અહિયા દિવસ સુધી આ મનોરોગી મહીલાઓને મિષ્ઠાન જમાડી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો…
આમ સતાધાર કે જે છેલ્લા ત્રણસો વર્ષથી સતત ભુખ્યાની જઠરાગ્ની ઠારવાના કામ કરે છે એમણે પ5 જેટલી મનોરોગી, માનસીક અસ્થીર મહીલાઓને અગિયાર દીવસ સુધી જન્મ દિવસના પ્રસંગે  મીષ્ઠાન ભોજન માણશે.

Follow Me:

Related Posts