fbpx
સૌરાષ્ટ - કચ્છ

વરસાદની આગાહીના પગલે રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ

આજથી ૨ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જાે કે માર્કેટીંગ યાર્જમાં હજુ પણ ૨૦ હજાર મગફળી પડી છે. જેથી વહેલી સવારથી જ હરરાજી શરૂ કરવામાં આવી હતી. જાે વરસાદ અને ખુલ્લામાં રહેલી મગફળી પલળી જાય તો ખેડૂતોને લાખોનું નુકસાન થાય. તેથી હરરાજી શરૂ કરી આગામી ૨ દિવસ સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
આજથી ૨ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં છુટા છવાયો વરસાદ પડે તેવી શક્્યતા છે. જેને લઈને માર્કેટીંગ યાર્ડના સતાધીશોએ મગફળીની આવક બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. જેથી હાલ મગફળની આવક બંધ કરવામાં આવી છે. વધુમાં વધુ મગફળી વેચાય જાય તે માટે વેપારીઓ અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યાં છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મગફળીની મબલક આવક થઈ રહી છે. તેમ છતાં સીંગતેલના ભાવમાં વધારો આવ્યો છે. છેલ્લા ૨ દિવસમાં ૧૫ કિલો સીંગતેલના ડબ્બે રૂપિયા ૫૦નો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના આજના ભાવ ૨૧૪૫-૨૧૮૫ પર પહોચ્યાં છે. આ સાથે જ કપાસિયા તેલના ડબ્બાના ભાવ ૧૫૭૫-૧૬૦૦ પર પહોંચ્યા છે. આમ સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

Follow Me:

Related Posts