fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં જયેશ પટેલ સહિત ૧૪ સાગરિતો વિરૂદ્ધ કાર્યવાહી

જામનગરમાં ભૂમાફિયાઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભૂમાફિયા જયેશ પટેલ ગેંગ પર વધુ સકંજાે કસાયો છે. જયેશ પટેલ સહિત ૧૪ સાગરિતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ સામે જામનગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં હાહાકાર મચાવનારી જયેશ પટેલ ગેંગના બે શાર્પ શૂટરોને ગુજરાત એટીએસએ એક સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધાં હતાં. ગુજરાત એટીએસ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે જાેઈન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં જયેશ પટેલ ગેંગ ના કુખ્યાત શાર્પ શૂટર એજાઝ મામા અને અનવરને ઝડપાઇ ગયાં. સંયુક્ત ટીમે જામનગરના સમરિયા દાદાના મંદિર પાછળથી આ બંને શાર્પ શૂટર ઝડપી લીધા હતાં.
એજાઝ મામા અને અનવર અગાઉ જયેશ પટેલ ફાયરિંગ અને તેના ભાઈ ધર્મેશ પર હુમલો કરી ચૂક્્યાં છે. સંજય ડોબરિયાની હત્યા મામલે પણ બન્ને ફરાર હતાં. જાે કે સમાધાન થતાં આરોપીઓ જયેશ પટેલની ગેંગમાં જાેડાઈ ગયા હતાં. જામનગરનાં કુખ્યાત ગેંગસ્ટર જયેશ પટેલ ફરતે પોલીસ સકંજાે કસી રહ્યાંનું સ્પષ્ટ થઈ છે. ગુજરાત એટીએસની ટીમે અગાઉ જયેશ પટેલના બે સાગરીતને ઝડપી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન એટીએસએ લોકલ પોલીસ સાથે મળી જયેશ પટેલ ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી લીધાં છે.
એટીએસએ ઝડપી લીધેલા બે શખ્સોમાં અનવર ઉર્ફ અનિયો લાંબો અબ્દુલભાઈ ગઢકાઈવાળા અને એજાઝ ઉર્ફ એજાઝ મામા અનવરભાઈ સફિયા સંધી બન્ને જામનગરનાં રહેવાસી છે. શાર્પ શૂટર એજાઝ અને અનવર છેલ્લા ઘણા સમયથી સંજય ડોબરીયા હત્યા કેસ અને ગેંગસ્ટર જયેશના ભાઈ ધર્મેશ પટેલ પર હુમલાના ગુના મામલે ફરાર હતાં. આરોપીઓ વિરુદ્ધ ખંડણી, મારામારી, ધાકધમકી અને ફાયરિંગના અનેક ગુના નોંધાયેલા છે. અનવર વિરુદ્ધ ૧૭ અને એજાઝ વિરુદ્ધ ૮ જેટલાં ગંભીર પ્રકારના ગુના જામનગર જિલ્લામાં નોંધાયેલા છે. બન્ને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જામનગર પોલીસને સોંપવા એટીએસની ટીમે તજવીજ શરૂ કરી છે.

Follow Me:

Related Posts