fbpx
સૌરાષ્ટ - કચ્છ

અશોક કુમાર, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાએાની અઘ્યક્ષતામાં બોટાદ જિલ્લા ખાતે નવા તાલીમાર્થીએા લો ફેક્લ્ટીની પસંદગી પ્રક્રિયા અને ભાવનગર વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી

અશોક કુમાર, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષકભાવનગર વિભાગ, ભાવનગર નાએાની અધ્યક્ષતામાં ભાવનગર વિભાગ હેઠળના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની માહે :- ૦૯/૨૦૨૦ ના માસની રીવ્યુ મિટીંગનું આયોજન બોટાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવેલ, આ આયોજનની સાથોસાથ ભાવનગર વિભાગના ત્રણેય જિલ્લાએામાં તાલીમ મેળવી રહેલ તાલીમાર્થીએાને કાયદાનું જ્ઞાન મળી રહે તે સારૂ લો ફેકલ્ટી (વ્યાખ્યાતા)ની જગ્યાની ભરતી માટેના વ્યાખ્યાતાએાના ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવેલ.
ભાવનગર વિભાગ હેઠળ આવેલ ત્રણેય જિલ્લાના મુખ્યમથક ખાતે સરકાર દ્વારા ભરતી થયેલ પોલીસના તાલીમાર્થી જવાનો તાલીમ મેળવી રહેલ છે, આ તાલીમાર્થીએાને કાયદાનું સંપુર્ણ જ્ઞાન મળી રહે તે સારૂ તેએાની તાલીમમાં કાયદાનું જ્ઞાન આપવું જરૂરી હોઈ ત્રણેય જિલ્લાએામાં લો ફેકલ્ટીની જગ્યાને આઉટ સોર્સથી ભરવા સારૂ ત્રણેય જિલ્લાના આ જગ્યા સારૂ ઈચ્છુક ઉમેદવારો (નિવૃત્ત પોલીસ અધિકારી અને વકીલ) ની પસંદગી સારૂ બોટાદ જિલ્લા ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર *શ્રી અશોક કુમાર સાહેબ, IPS નાએાની અઘ્યક્ષતામાં પસંદગી પ્રક્રિયા યોજવામાં આવેલ. આ પસંદગી પ્રક્રિયામાં શ્રી અશોક કુમાર, IPS નાએાની અધ્યક્ષતામાં  ત્રણેય જિલ્લાના મળી કુલ – ૧૭ ઉમેદવારોના ઈન્ટરર્વ્યુ લેવામાં આવ્યા અને ત્યાર બાદ અશોક કુમાર , IPS નાએાની અઘ્યક્ષતામાં ત્રણેય જિલ્લાની રીવ્યુ મિટીંગ શરૂ કરવામાં આવી. 
આ રીવ્યુ મિટીંગમાં અઘ્યક્ષ  સ્થાનેથી અશોક કુમાર , IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર, નિર્લિપ્ત રાય , IPS પોલીસ અધિક્ષક અમરેલી, જયપાલસિંહ રાઠૈાર , IPS પોલીસ અધિક્ષક ભાવનગર અને હર્ષદ મહેતા , SPS પોલીસ અધિક્ષક, બોટાદનાએા હાજર રહ્યા હતા અને પોતાના જિલ્લાની માહિતીનું પ્રેઝન્ટેશન રજુ કરેલ.
અશોક કુમાર , IPS નાએા દ્રારા સૈા પ્રથમ ત્રણેય જિલ્લાની ગત સપ્ટેમ્બર માસના ક્રાઈમ અને ડિટેક્શન અંગેનો ચિતાર મેળવવામાં આવ્યો ત્યાર બાદ મિટીંગને આગળ વધારતા ભાવનગર વિભાગ હેઠળના ત્રણેય જિલ્લાની ખાસ શાખાએા દ્રારા કરાવમાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
જેમાં વિભાગ હેઠળના બોટાદ અને ભાવનગર જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઈ,  ચૂંટણી લક્ષી તમામ હકિકતો જેવી કે FST, SST, ચેક પોસ્ટ, બંદોબસ્ત પ્લાન, વર્નેબલ પોલીંગ બુથ, પેટા ચૂ્ંટણી દરમિયાન પોલીસ જવાનોની સુરક્ષા જેવી તમામ વિગતોથી વાકેફ થયા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ.
ભાવનગર વિભાગ હેઠળના જિલ્લાએામાં ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા બાયો ડિઝલના વેપારીએા પર રેઈડો કરી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને આ પ્રકારની ગુન્હાહીત કામગીરી કરતા ઈસમોને શોધી કાઢી વધુમાં વધુ આ પ્રકારના કેસો કરવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ.
ત્યાર બાદ જિલ્લામાં NDPSના કરવામાં આવેલ કેસોની સમીક્ષા કરવામાં આવી સાથો સાથ PIT NDPS ની કરવામાં આવતી દરખાસ્તોની પણ સમીક્ષા કરવામાં આવી, અને જિલ્લામાં કરવામાં આવેલ NDPS ના કેસોમાં જપ્ત કરેલ મુદ્દામાલના નિકાલની સમીક્ષા કરવામાં આવેલ.
ગુજરાત સરકારશ્રીના ગુહ વિભાગ નાએાના તા.૧૪/૦૯/૨૦૨૦ થી પાસાના કાયદામાં સુધારાએા કરાવામાં આવેલ, ત્યાર બાદ વિભાગ હેઠળના જિલ્લાએામાં કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી, તથા જિલ્લાના અસામાજિક તત્વો ઉપર પાસા દરખાસ્તો મુકવા સારૂ માર્ગદર્શન આપવામાં આવ્યુ.
બાદમાં ભાવનગર વિભાગ હેઠળનાં જિલ્લામાં  હાલમાં કોરોનાની સ્થિતી ની માહિતી મેળવવામાં આવી તથા હાલમાં ચાલુ કન્ટેનમેન્ટ બંદોબસ્ત અને આગામી સમયમાં નવા બનનારા કન્ટેનમેન્ટમાં જરૂરી બંદોબસ્તનું આયોજન જેવા વિષયો પર ચર્ચા કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ.

Follow Me:

Related Posts