fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં પતિને છરી બતાવી પત્નીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

જામનગર શહેરમાં પખવાડિયા પહેલા સામુહિક દુષ્કર્મની ઘટના બન્યા પછી જામનગર જિલ્લાના ધ્રોલમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે. ધ્રોલના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરતી હંગામી મહિલા કર્મચારીને ધ્રોલના નાજ બે શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.
ગઈકાલે બપોરે દંપતિ દર્શનાર્થે જઇ હતું, જે દરમિયાન માર્ગમાં ર્નિજન સ્થળે બંને શખ્સોએ આવી ભોગ બનનાર મહિલાના પતિને છરી બતાવી મારકૂટ કરી ભગાવી દીધો હતો, ત્યાર પછી મહિલાનું અપહરણ કરી જઇ બે શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી ધ્રોલનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે, અને બંને શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ૧૫ દિવસના સમયગાળામાં સામુહીક દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ સામૂહિક દુષ્કર્મના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ માં રહેતી ૨૫ વર્ષીય યુવતી કે જે ધ્રોલ ના ગ્રામ્ય પંથકમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે હંગામી કર્મચારીની નોકરી કરે છે. જે ગઈકાલે બપોરે પોતાની ફરજ પૂરી કરીને નર્સનો ડ્રેસ પહેરીને ઘેર આવી હતી, અને બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના પતિ સાથે એક્ટિવા પર બેસીને ધ્રોલથી બે કિલોમીટર દુર આવેલા મેલડી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી.

Follow Me:

Related Posts