fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાને કારણે ૨૪ કલાકમાં ૫ના મોત, ૭૨૯ દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૫ના મોત થયા છે. શહેરમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ધીમી-ધીમે ઘટી રહી છે. છેલ્લા ૩ દિવસથી ૧૦૦ની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સોમવારે રાજકોટમાં ૮૩ કેસ નોંધાયા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં ૭૮૪૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. એટલે કે અત્યાર સુધીમાં ૭ હજાર કરતા વધુ વધુ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્્યા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૭૨૯ દર્દી સારવાર હેઠળ છે.
સોમવારે રાજકોટમાં ૯૫ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ સહિત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૪૦૦ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી ૧૦,૦૦૦ કરતા વધુ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્્યા છે, જ્યારે જિલ્લાભરમાં ૧૦૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનામાં નવા દર્દીઓની સાથે સાથે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સોમવાર સવારની સ્થિતિએ ૧૮૧૮ બેડ ખાલી હતા. માત્ર બે જ ફોન સિવિલ હોસ્પિટલમાં સારવારને લઈને આવ્યા હતા. બે ખાનગી કોવિડ હોસ્પિટલે દર્દીઓ ન હોવાથી મંજૂરી પાછી ખેંચવા હતું પણ તંત્રે ગ્રાહ્ય રાખી નથી. કોવિડ કેર સેન્ટર બંધ કરવા માટે અરજીઓ સ્વીકારાઈ છે.

Follow Me:

Related Posts