fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના લાલપુર, કચ્છના દૂધઈ અને પોરબંદર ધણધણ્યા સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬ કલાકમાં ભૂકંપના ૧૦ આંચકા

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬ કલાકમાં ભૂકંપના ૧૦ આંચકા આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પોરબંદર નજીક ૭, જામનગરના લાલપુરમાં ૨ અને કચ્છમાં ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જાેકે ભૂકંપના આંચકાથી શહેરમાં કોઈ નુકસાન પહોંચ્યું નથી. જામનગર અને પોરબંદરમાં ૨.૪થી ૧.૭ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો.
૧૬ જુલાઈએ રાજકોટમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે ૨૨ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજિત ૪ સેકન્ડ સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

Follow Me:

Related Posts